ભારતીય શેરબજારો આજે સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1491 અંક ઘટી 52842 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 382 અંક ઘટી 15863 પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સ ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, મારૂતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 7.63 ટકા ઘટી 834.10 પર બંધ રહ્યો હતો. એક્સિસ બેન્ક 6.70 ટકા ઘટી 667.25 પર બંધ રહ્યો હતો. જોકે ભારતી એરટેલ, HCL ટેક, ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 3.46 ટકા ઘટી 675.60 પર બંધ રહ્યો હતો. HCL ટેક 1.38 ટકા વધી 1153.70 પર બંધ રહ્યો હતો.
શુક્રવારે સેન્સેક્સ 769 અને નિફ્ટી 253 અંક ઘટ્યો હતો
ભારતીય શેરબજારો શુક્રવારે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 769 અંક ઘટી 54333 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 253 અંક ઘટી 16245 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, એશિયન પેઈન્ટ્સ, એમએન્ડએમ, HUL સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 5.05 ટકા ઘટી 2443.60 પર બંધ રહ્યો હતો. મારિતિ સુઝુકી 4.73 ટકા ઘટી 7238.45 પર બંધ રહ્યો હતો. જોકે ITC, ડો.રેડ્ડી લેબ્સ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ITC 2.78 ટકા વધી 225.45 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 2.78 ટકા વધી 3823.00 પર બંધ રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.