ભારતીય શેરબજારો આજે સપ્તાહના છેલ્લા દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 135 અંક ઘટી 51360 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 67 અંક ઘટી 15293 પર બંધ રહ્યો હતો.
ટાઈટન કંપની, વિપ્રો, ડો.રેડ્ડી લેબ્સના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ટાઈટન કંપની, વિપ્રો, ડો.રેડ્ડી લેબ્સ, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 6.06 ટકા ઘટી 1935.35 પર બંધ રહ્યો હતો. વિપ્રો 4.07 ટકા ઘટી 405.20 પર બંધ રહ્યો હતો. જોકે બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેન્ક, રિલાયન્સ, આઈટીસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફાઈનાન્સ 2.63 ટકા વધી 5422.70 પર બંધ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેન્ક 1.43 ટકા વધી 688.10 પર બંધ રહ્યો હતો.
ગુરુવારે સેન્સેક્સ 1046 અને નિફ્ટી 332 અંક ઘટ્યો હતો
ભારતીય શેરબજારો ગુરુવારે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1046 અંક ઘટી 51495 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 332 અંક ઘટી 15360 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, વિપ્રો, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 6.04 ટકા ઘટી 901.70 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 4.37 ટકા ઘટી 975.50 પર બંધ રહ્યો હતો. જોકે નેસ્લે, બ્રિટાનિયા, HUL સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. નેસ્લે 0.43 ટકા વધી 16874.00 પર બંધ રહ્યો હતો. બ્રિટાનિયા 0.15 ટકા વધી 3390.40 પર બંધ રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.