ભારતીય શેરબજારો આજે ફલેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 109 અંક ઘટી 60029 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 41 અંક ઘટી 17888 પર બંધ રહ્યો હતો.
ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 3.74 ટકા ઘટી 1314.50 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 2.12 ટકા ઘટી 1490.40 પર બંધ રહ્યો હતો. જોકે મારૂતિ સુઝુકી, ટાઈટન કંપની, NTPC, SBI, લાર્સન સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 2.36 ટકા વધી 7792.05 પર બંધ રહ્યો હતો. ટાઈટન કંપની 1.95 ટકા વધી 2453.20 પર બંધ રહ્યો હતો.
સોમવારે સેન્સેક્સ 832 અંક વધ્યો
ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 832 અંક વધી 60138 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 258 અંક વધી 17929 પર બંધ રહ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.