શેરબજાર:સેન્સેક્સ 1416 અંક ઘટ્યો, નિફ્ટી 15809 પર બંધ; વિપ્રો, HCL ટેકના શેર ઘટ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ITC, ડો.રેડ્ડી લેબ્સ, પાવર ગ્રીડના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીન બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1416 અંક ઘટી 52792 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 431 અંક ઘટી 15809 પર બંધ રહ્યો હતો.

વિપ્રો, HCL ટેક, ઈન્ફોસિસના શેર ઘટ્યા
સેન્સેક્સ પર વિપ્રો, HCL ટેક, ઈન્ફોસિસ, TCS, ટેક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. વિપ્રો 6.21 ટકા ઘટી 451.35 પર બંધ રહ્યો હતો. HCL ટેક 6.01 ટકા ઘટી 1009.45 પર બંધ રહ્યો હતો. જોકે ITC, ડો.રેડ્ડી લેબ્સ, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ITC 3.43 ટકા વધી 275.65 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 0.82 ટકા વધી 3940.00 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ બુધવાર સેન્સેક્સ 110 અને નિફ્ટી 19 અંક ઘટ્યો
ભારતીય શેરબજારો બુધવારે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 110 અંક ઘટી 54208 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 19 અંક ઘટી 16240 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, ટેક મહિન્દ્રા, એસબીઆઈ, લાર્સન, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 4.55 અંક ઘટી 227.85 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 2.14 ટકા ઘટી 1172.45 પર બંધ રહ્યો હતો. એચયુએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા, આઈટીસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એચયુએલ 2.02 ટકા વધી 2290.65 પર બંધ રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.98 ટકા વધી 6230.00 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...