• Gujarati News
  • Business
  • Sensex Crosses 60600 And Nifty Crosses 18100; Shares Of Power Gridcorp, Titan Company Rose

શેરબજાર:સેન્સેક્સ 453 અંક વધ્યો, નિફ્ટી 18161 પર બંધ; પાવર ગ્રીડ કોર્પ, ITCના શેર વધ્યા

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારૂતિ સુઝુકી, HUL, નેસ્લે, એક્સિસ બેન્કના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 453 અંક વધી 60737 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 170 અંક વધી 18161 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન બજારે નવો રેકોર્ડ બનાવ્યો અને સેન્સેક્સ 60836 અને નિફ્ટી 18197ના સ્તર સુધી પહોંચ્યો. બજાર આજે સતત 5માં દિવસે વધીને બંધ રહ્યું છે.

એમએન્ડએમ, પાવર ગ્રીડ કોર્પ, ITCના શેર વધ્યા
સેન્સેક્સ પર એમએન્ડએમ, પાવર ગ્રીડ કોર્પ, ITC, લાર્સન, ટેક મહેન્દ્ર સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એમએન્ડએમ 5.17 ટકા વધી 935.55 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 3.41 ટકા વધી 199.90 પર બંધ રહ્યો હતો. જોકે મારૂતિ સુઝુકી, HUL, નેસ્લે, એક્સિસ બેન્ક, SBI સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 2.71 ટકા ઘટી 7484.35 પર બંધ રહ્યો હતો. HUL 1.05 ટકા ઘટી 2646.85 પર બંધ રહ્યો હતો.

મજબૂતી સાથે ખુલ્યો રૂપિયો
કરન્સી માર્કેટમાં રૂપિયાની શરૂઆત આજે મજબૂતાઈ સાથે થઈ છે. રૂપિયો ડોલરની સરખામણીએ 19 પૈસા મજબૂત થઈને 75.32ના સ્તરે ખુલ્યો છે.

ક્રૂડ 83 ડોલરની પાર
બ્રેન્ટ ક્રૂડનો ભાવ 83 ડોલર પ્રતિ બેરલની પાર થઈ ગયો છે. ગ્લોબલ સપ્લાઈ સાઈડની ચિંતાના કારણે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. યુએસમાં પણ ઈવેન્ટ્રી નોર્મલ થઈ નથી. એક વર્ષમાં ક્રૂડ 80 ટકાથી વધુ મોંઘુ થઈ ચુક્યું છે.

FII અને DII ડેટા
12 ઓક્ટોબર એટલે કે મંગળવારે ફોરેન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ(FIIs) એ બજારમાં 278.32 કરોડની વેચવાલી કરી. જ્યારે ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ(DIIs) એ પણ બજારમાંથી 741.22 કરોડ રૂપિયા કાઢ્યા.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરબજાર નબળાઈને સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.34 ટકા ઘટી 34378 પર બંધ થયું. નેસ્ડેક 0.14 ટકા નબળાઈની સાથે 14465 અને S&P 500 0.24 ટકા ઘટી 4350 પર બંધ થયું.

અન્ય સમાચારો પણ છે...