આઇનોક્સ ગ્રીનમાં રોકાણકારોને 9%નું નુકસાન:સેન્સેક્સ 91 પોઇન્ટ વધીને 61,510 પર બંધ થયો, જાહેર ક્ષેત્રની બેન્કોના શેરમાં ઉછાળો નોંધાયો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

અઠવાડિના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે શેરબજારમાં થોડો વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 91 પોઈન્ટ અથવા 0.15% વધીને 61,510 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 23 પોઈન્ટ અથવા (0.13%) વધ્યો હતો અને 18,267 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના 16 શેરમાં ઘટાડો અને 14માં વધારો જોવા મળ્યો હતો.

SBI, બજાજ ફાઈનાન્સ, ડો.રેડ્ડીમાં 1%નો ઉછાળો થયો હતો. પાવર ગ્રીડમાં 1.24% ઘટાડો થયો. ટેક મહિન્દ્રા અને ભારતી એરટેલ લગભગ 0.5%નો ઘટાડો થયો છે. બીજી તરફ, NSEના સેક્ટોરલ ઇન્ડેક્સમાં સૌથી વધુ 1.14%નો વધારો નિફ્ટી મીડિયામાં હતો. PSU બેન્ક ઇન્ડેક્સ 1.02%ની તેજી જોવા મળી હતી. મેટલ ઇન્ડેક્સ 0.40%નો ઘટાડો જોવા મળ્યો હતો.

લિસ્ટિંગના દિવસે આઇનોક્સ ગ્રીનના શેર 9% નીચે
આઇનોક્સ ગ્રીન એનર્જી સર્વિસે આજે શેરબજારમાં નબળી શરૂઆત કરી હતી. તે NSE પર શેર દીઠ 65 રૂપિયાની ઇશ્યૂ કિંમતની સામે 7.69% ઘટીને 60 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જ્યારે BSE પર તે 60.50 રૂપિયા પર ટ્રેડ થયો હતો. NSE અને BSE બંને પર તે 5.90 રૂપિયા અથવા 9.08% ઘટીને બંધ રહ્યો હતો.

યુએસ માર્કેટ તેજી સાથે બંધ
મંગળવારે અમેરિકન બજારો પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. ડાઉ ફ્યુચર 397.82 પોઈન્ટ્સ અથવા 1.18% વધીને 34,098.10 પર હતો, જ્યારે S&P 500 53.64 પોઈન્ટ્સ અથવા 1.36% વધીને 4,003.58 પર હતો. નાસ્ડેક કમ્પોઝિટ પણ 1.36%નો ઉછાળો નોંધાયો હતો.

મંગળવારે બજાર 274 પોઈન્ટનો વઘારો
​​​​​​​
અઠવાડિયાના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 274 પોઈન્ટ વધીને 61,418 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 85 પોઈન્ટ વધીને 18,244 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેયર્સમાંથી 26માં ઉછાળો નોંધાયો હતો, જ્યારે માત્ર 4માં ઘટાડો થયો.

અન્ય સમાચારો પણ છે...