• Gujarati News
  • Business
  • Sensex Closed Down 230 Points At 61,750, Nifty Down 65 Points; Titan Tata Motors Top Loser

શેરબજાર ઘટાડા સાથે બંધ:સેન્સેક્સ 230 પોઈન્ટ ઘટીને 61,750 પર બંધ રહ્યો, નિફ્ટીમાં 65 પોઈન્ટનો ઘટાડો; ટાઈટન-ટાટા મોટર્સ ટોપ લૂઝર

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

શેરબજારમાં અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે એટલે કે ગુરુવારે (17 નવેમ્બર) ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 230 પોઈન્ટના ઘટાડા સાથે 61,750 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 65 પોઈન્ટ વધીને 18,343ની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના 30માંથી 22 શેયર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ 8 શેયર્સ ઘટ્યા હતા.

ટાઈટન-ટાટા મોટર્સ ટોપ લૂઝર
ટાટા કન્ઝ્યુમર, અદાણી એન્ટરપ્રાઈઝ, LT, પાવર ગ્રીડ, HDFC લાઈફ, ICICI બેન્ક, ભારતી એરટેલ સહિતના 13 શેયર્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ રહ્યા હતા. ટાઈટન, M&M,ટાટા મોટર્સ, આયશર મોટર્સ, અપોલો હોસ્પિટલ, હિન્ડાલ્કો, મારૂતિ, ગ્રાસિમ, ડો.રેડ્ડી, બજાજ ઓટો સહિત 37 શેયર્સ નિફ્ટીના લૂઝર્સ રહ્યા હતા.

બેન્ક અને ઓટો સેક્ટરમાં ઘટાડો
NSEના 11 સેક્ટોરલ ઈન્ડેક્સમાંથી 9માં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ક, ઓટો, ફાઈનાન્શિયલ સર્વિસ, IT, મેટલ ફાર્મા, પ્રાઇવેટ બેન્ક, FMCG અને મીડયા સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો. માત્ર PSU બેન્ક અને રિયલ્ટી સેક્ટરમાં તેજી જોવા મળી હતી.

બુધવારે બજાર તેજી સાથે બંધ રહ્યું હતું
આ પહેલા બુધવારે બજારે 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી હતી. સેન્સેક્સ 62,052.57 પર પહોંચ્યો હતો. જોકે, તે 107.73 પોઈન્ટ અથવા 0.17% વધીને 61,980 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 6.25 અથવા 0.034% ઓછા વધારા સાથે 18,409.65 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...