• Gujarati News
  • Business
  • Sensex Closed Down 1,093 Points At 58,840, Nifty Lost 346 Points; Tata Consumer And Hero Motocorp Were Among The Top Losers

શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ:સેન્સેક્સ 1,093 પોઇન્ટ ઘટીને 58,840 પર બંધ થયો, નિફ્ટીમાં 346 પોઇન્ટનો ઘટાડો નોંધાયો; ટાટા કન્ઝ્યુમર અને હીરો મોટોકોર્પ ટોપ લુઝર્સમાં સામેલ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય શેર માર્કેટમાં સપ્તાહના પાંચમાં અને છેલ્લા દિવસે એટલે કે શુક્રવાર (16 સપ્ટેમ્બર) એ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેકસ 1,093 પોઈન્ટના ઘટાડા સાથે 58,840 સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી 346 પોઈન્ટ ઘટીને 17,530 સ્તર પર બંધ રહ્યો હતો. ઉપરાંત, સેન્સેક્સના 30માંથી 29 શેરમાં ઘટાડો નોંધાયો હતો.

UPL અને ટાટા કન્ઝ્યુમર ટોપ લુઝર્સ
શુક્રવારે શેર માર્કેટમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે નિફ્ટીના ઇન્ડસઇન્ડ બેન્ક અને સિપ્લામાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે UPL, ટાટા કન્ઝ્યુમર, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફોસિસ, ગ્રાસિમ, હીરો મોટોકોર્પ, HDFC લાઈફ અને M&M, નિફ્ટીમાં ટોપ લુઝર હતા. નબળા ગ્લોબલ સંકેતો વચ્ચે સ્થાનિક શેરમાર્કેટમાં ટ્રેડ કરતા જોવા મળ્યા હતા.

NSEના બધા 11 સેક્ટોરલ ઈન્ડેકસમાં ઘટાડો
NSEના બધા 11 સેક્ટોરલ ઈન્ડેકસમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી મોટો ઘટાડો મીડિયા સેક્ટરમાં 4.07%એ નોંધાયો છે. IT અને રિયલ્ટીમાં 3%થી વધુનો ઘટાડો થયો છે. ત્યારબાદ ઓટો, મેટલ અને PSU બેંકમાં 2%થી વધુનો ઘટાડો થયો છે. બેંક, ફાઈનાન્શિયલ સર્વિસ, FMCG અને ફાર્મા સેક્ટરમાં 1%થી વધુ ઘટ્યા છે. તેમજ પ્રાઈવેટ બેંક સેક્ટરમાં 1% ઓછો ઘટાડો નોંધાયો છે.

કેમ માર્કેટમાં ઘટાડો નોંધાયો?
માર્કેટમાં ઘટાડો નબળા ગ્લોબલ સંકેતના કારણે નોંધાયો હતો. આજના માર્કેટમાં એશિયાના મુખ્ય બજારો પણ ટ્રેડ કરતા જોવા મળ્યા હતા. તે પહેલા, અમેરિકામાં શેર માર્કેટ ઘટાડા સાથે બંધ થયા હતા. US ઈકોનોમિમાં વધઘટ નોંધાતા રોકાણકારો સાવચેત છે. જ્યારે, બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ ઘટાડો ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...