માર્કેટ સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ:સેન્સેક્સ 87 પોઈન્ટ ઘટીને 61,663 પર બંધ રહ્યો, ઓટોના શેરમાં સૌથી વધુ ઘટાડો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

શેરબજારમાં અઠવાડિયાના પાંચમા અને છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે (18 નવેમ્બર) ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 87 પોઈન્ટના ઘટાડા સાથે 61,663ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી 36 પોઈન્ટ વધીને 18,307ની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના 30માંથી 20 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું.

M&M-બજાજ ઓટો ટોપ લૂઝર
​​​​​​​
HCL ટેક, એશિયન પેઈન્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર, SBI,ઈન્ફોસીસ, કોટક બેંક, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, એક્સિસ બેંક 14 ટોચના નિફ્ટી ગેનર્સમાં સામેલ હતા. M&M, બજાજ ઓટો, NTPC, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, આઈશર મોટર્સ, મારુતિ, સિપ્લા, કોલ ઈન્ડિયા સહિત 35 શેયર્સ નિફ્ટીમાં લૂઝર્સમાં રહ્યા હતા.

ઓટો સેક્ટરમાં 1.18% ઘટાડો
NSE પર 11 સેક્ટોરલ ઇન્ડેક્સમાંથી નવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓટો સેક્ટરમાં સૌથી વધુ 1.18%નો ઘટાડો થયો છે. બેન્ક, ફાઇનાન્સિયલ સર્વિસિસ, IT, મેટલ, ફાર્મા, પ્રાઇવેટ બેન્ક, FMCG અને મીડિયા સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો. માત્ર PSU બેન્ક અને રિયલ્ટી સેક્ટરમાં તેજી જોવા મળી હતી.

સોના-ચાંદીમાં વધારો, રૂપિયો નબળો
​​​​​​​
બીજી તરફ બુલિયન માર્કેટમાં આજે સોના-ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો હતો. 24 કેરેટ સોનું 52,953 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. ચાંદીની વાત કરીએ તો તે 61,320 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. આજે ડોલર સામે રૂપિયો 6 પૈસા નબળો પડ્યો હતો.

ગુરુવારે બજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું
આ પહેલા ગુરુવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 230 પોઈન્ટના ઘટાડા સાથે 61,750ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી 65 પોઈન્ટ વધીને 18,343ની સપાટીએ પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...