ફેડ ઇફેક્ટ:શેરમાર્કેટ કરતાં રૂપિયાને ડરાવી ગયો, સેન્સેક્સ 337 ડાઉન

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફેડના વ્યાજ વધારાની ભારતીય શેરમાર્કેટ પર નહિવત્ અસર, FII વેચવાલ

યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો ધારણા મુજબ 0.75 bps રહ્યો છે માર્કેટનો અંદાજ એક ટકા સુધી હતો જેના કરતા ઓછો વધારો આવ્યો હોવાથી માર્કેટે તેને ડિસ્કાઉન્ટ કર્યો છે. જોકે, ડોલર ઇન્ડેક્સ 111ની સપાટી કુદાવી ચૂક્યો છે જેના કારણે ભારતીય બજારમાં ડોલર સામે રૂપિયો આક્રમક 86 પૈસા તૂટી ઇન્ટ્રા-ડે 81ની સપાટ નજીક પહોંચ્યો હતો જે અંતે 90 પૈસા ઘટાડા સાથે રૂ.80.86 બંધ રહ્યો છે.

જ્યારે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 337.06 પોઈન્ટ ઘટીને 59119.72 પર બંધ રહ્યો હતો જ્યારે ઇન્ટ્રા-ડે 624 પોઈન્ટ સુધી ઘટી 58832.78 પર પહોંચ્યો હતો. નિફ્ટી 88.55 પોઈન્ટ ઘટીને 17629.80 પર બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડી જળવાઇ 281.55 લાખ કરોડ રહી છે. માર્કેટ એનાલિસ્ટોના મતે હાલ માર્કેટમાં મોટા કરેક્શન નકારાઇ રહ્યાં છે.

ફેડરલ રિઝર્વે દ્વારા વ્યાજ વધારી 3.25 કરી દેવામાં આવ્યો છે જે આગામી વર્ષાન્ત સુધીમાં 4.5 ટકા સુધી લઇ જવાના સંકેતો છે જેના કારણે યુએસ બોન્ડ યિલ્ડમાં મજબૂતી જોવા મળશે પરિણામે વિદેશી રોકાણકારો દ્વારા હજુ એકાદ ક્વાર્ટર સુધી ધીમી ગતીએ ભારતીય માર્કેટમાંથી એક્ઝિટ જળવાઇ રહે તો નવાઇ નહિં. ભારતીય શેરબજારમાં મોટા કરેક્શનની સંભાવના નકારાઇ રહી છે. પરંતુ રિઝર્વ બેન્ક આગામી મોનેટરી પોલિસી બેઠકમાં કેટલો વ્યાજ વધારો આપે છે તેના પર નિર્ભર રહેશે.

સેન્સેક્સ પેકમાં પાવરગ્રીડ સૌથી વધુ 2.80 ટકા ઘટ્યો હતો ત્યારબાદ HDFC બેન્ક, એક્સિસ બેન્ક,બજાજ ફિનસર્વ, ICICI બેન્ક ઘટીને રહ્યાં હતા. જ્યારે ટાઇટન, હિન્દુસ્તાન યુનિલિવર, એશિયન પેઇન્ટ્સ, મારુતિ, આઇટીસી બે ટકાથી વધુ સુધર્યા છે. સ્મોલકેપ 0.47 ટકા અને મિડકેપ 0.32 ટકા ઉછળ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં બેંક 1.44 ટકા, ફાઇનાન્સ 1.22 ટકા, એનર્જી 0.42 ટકા, રિયલ્ટી 0.34 ટકા, મેટલ 0.32 ટકા, ઓઇલ એન્ડ ગેસ 0.24 ટકા, હેલ્થકેર 0.22 ટકા ઘટ્યા હતા.

માર્કેટબ્રેથ્ડ નેગેટિવ, વિદેશી રોકાણકારોની 2510 કરોડની વેચવાલી
માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે સેન્ટીમેન્ટ સાવચેતી તરફી રહ્યું છે. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3589 પૈકી 1676 સ્ક્રીપ્સમાં સુધારો અને 1764 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતી તરફીનું રહ્યું હતું. સેન્સેક્સ પેકમાં 11 સ્ક્રિપ્સ વધી હતી. 166 સ્ક્રીપ્સમાં વર્ષની ટોચ સામે 35 સ્ક્રીપ્સમાં વર્ષની બોટમ જોવા મળી હતી તેમજ 13 સ્ક્રીપ્સમાં ઉપલી જ્યારે 4માં નીચલી સર્કિટ જોવા મળી હતી. વિદેશી રોકાણકારો દ્વારા 2509.55 કરોડની નેટ વેચવાલી સામે સ્થાનિક રોકાણકારો દ્વારા 263.07 કરોડની નેટ ખરીદી જળવાઇ હતી.

વ્યાજદર ઇફેક્ટ : કાચા માલની કિંમતો વધી શકે
વ્યાજદર વધારાની અસરે વૈશ્વિક સ્તરે સ્લોડાઉનની સ્થિતી સર્જાઇ શકે છે જેના કારણે તેની સાથે જોડાયેલા ક્ષેત્રો જેમ કે આઇટી,મેટલ્સ અને ફાર્મા દબાણ રહી શકે છે. FMCG, પેઇન્ટ્સ, ટાયર અને ઓટો જેવા વપરાશ અને કોમોડિટીના ભાવમાં ઘટાડો થવાથી ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...