માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશનનું સિક્યોરિટાઇઝેશન વોલ્યુમ નાણાકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન 3500 કરોડ રૂપિયા નોંધાયું છે. જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 1,460 કરોડ રૂપિયા રહ્યું હતું. નાણાકીય વર્ષ’22ના બીજા છ મહિના દરમિયાન MFIs દ્વારા લોનના સિક્યોરિટાઇઝેશનમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને FY23ના પહેલા ક્વાર્ટર દરમિયાન પણ આ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
ઇકરા રેટિંગ્સ અનુસાર, નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન મજબૂત મોમેન્ટમ જોવા મળ્યું છે. જેમાં માઇક્રો લોન સિક્યોરિટાઇઝેશન 3500 કરોડ રૂપિયા જોવા મળ્યું હતું જે ગત વર્ષના પ્રથમ ક્વાર્ટર દરમિયાન 1460 કરોડ રૂપિયા નોંધાયું હતું. સિક્યોરિટાઇઝેશન એ રહેણાંક, કર્મશિયલ લોન, ઓટો લોન અને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ જવાબદારીઓ (અથવા અન્ય બિન-દેવું અસ્ક્યામતો જે પ્રાપ્તિપાત્ર બનાવે છે) જેવા કરાર આધારિત દેવાના પુલિંગ માટેની એક ફાઇનાન્સિયલ પ્રેક્ટિસ છે અને થર્ડ પાર્ટી રોકાણકારોને કેશ ફ્લોનું વેચાણ કરવું છે, જેને બોન્ડસ પાસ થ્રુ સિક્યોરિટીઝ અથવા કોલેટરાઇઝડ ડેબ્ટ ઓબ્લાઇગેશન્સ (CDOs) પણ ગણવામાં આવે છે.
સિક્યોરિટાઇઝેશન માર્કેટ એ પ્રાથમિક રીતે ક્રેડિટને સંલગ્ન જોખમોને ફરીથી વહેંચીને જોખમને ઓછુ કરવાનો છે. રોકાણકારો સુધી પહોંચાડવાનો છે જે જોખમોને લઇ શકે તેમજ તેનાથી નાણાકીય સ્થિરતા અને ફંડિગ માટેનો સ્ત્રોત સુનિશ્વિત કરી શકે.
રોકાણકારોનો માઇક્રો લોન સિક્યો.માં ભરોસો વધ્યો
ફંડિગ માટેના પ્રયાસોમાં વધારો, રિસ્ટ્રક્ચરિંગ અને મોરેટોરિયમના પ્રકારમાં રેગ્યુલેટરી સપોર્ટ અને કોવિડ મહામારીની અસર અંગે ઘટેલી ચિંતાને કારણે રોકાણકારો ફરી એક વાર માઇક્રો લોન સિક્યોરિટાઇઝેશનમાં ભરોસો દર્શાવી રહ્યા છે અને ખાસ કરીને સેક્ટરના લેન્ડિંગ ટાર્ગેટ સાથે બેંકને સપોર્ટ કરી રહ્યાં છે. ભારતમાં સિક્યોરિટાઇઝેશન ડાયરેક્ટ અસાઇનમેન્ટ ટ્રાન્ઝેક્શન અથવા પાસ થ્રુ સર્ટિફિકેટ દ્વારા કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.