તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિબંધ:ફ્યૂચર ગ્રૂપના બિયાણી બંધુઓ માટે સિક્યુરિટીઝ માર્કેટના દરવાજા બંધ

મુંબઇએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કિશોર બિયાણી સામે શેર પ્રાઇસને અસર કરતી કોઇ ગુપ્ત માહિતીનો ઉપયોગ કરવાનો આરોપ છે. - Divya Bhaskar
કિશોર બિયાણી સામે શેર પ્રાઇસને અસર કરતી કોઇ ગુપ્ત માહિતીનો ઉપયોગ કરવાનો આરોપ છે.
 • સેબીએ કિશોર અને અનિલ બિયાણીને 1-1 કરોડ રૂ. દંડ ફટકાર્યો

બજાર નિયંત્રક સેબીએ બુધવારે ફ્યૂચર ગ્રૂપના સીઇઓ કિશોર બિયાણી અને તેમના ભાઇ અનિલ બિયાણી સામે એક વર્ષ માટે સિક્યુરિટીઝ માર્કેટમાં પ્રવેશ પર રોક લગાવી દીધી છે. સેબીએ ફ્યૂચર રિટેલ શેરોમાં ઇનસાઇડર ટ્રેડિંગની તપાસ બાદ બિયાણી બંધુઓ પર આ પ્રતિબંધ લાદયો છે. સેબીએ બંને ભાઇ સામે 2 વર્ષ સુધી ફ્યૂચર રિટેલના શેરોના ટ્રેડિંગ પર પણ રોક લગાવી દીધી.

સેબીએ કહ્યું કે બંને ભાઇઓએ ફ્યૂચર રિટેલના અમુક બિઝનેસના ડિમર્જર પહેલાં અનપબ્લિશ્ડ પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફર્મેશનના આધારે એક ગ્રૂપ કંપની દ્વારા ફ્યૂચર રિટેલના શેરોની લે-વેચ કરી, જેનાથી કંપનીના શેરમાં તેજી આવી.

2017નો છે મામલો
સેબીનો આ આદેશ વર્ષ 2017ના એક મામલે આવ્યો છે. કિશોર બિયાણી સામે શેર પ્રાઇસને અસર કરતી કોઇ ગુપ્ત માહિતીનો ઉપયોગ કરવાનો આરોપ છે. સેબીનું માનવું છે કે બિયાણીએ સાર્વજનિક નહોતી તેવી કોઇ માહિતીનો ફાયદો ઊઠાવ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો