કેપિટલ માર્કેટ નિયામક સેબીએ યુનિટધારકો પાસેથી વસૂલવામાં આવતા ચાર્જમાં પારદર્શિતા લાવવાના હેતુસર તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં એક સમાન કુલ ખર્ચ ગુણોત્તર (TER)નો પ્રસ્તાવ મૂક્યો છે. અત્યારે સેબી એસેટ મેનેજમેન્ટ કંપનીઓને મ્યુચ્યુઅલ ફંડ યુનિટધારકો પાસેથી એક ચોક્કસ TER મર્યાદા કરતાં વધુ ચાર્જની વસૂલાત કરવાની મંજૂરી આપે છે. તેમાં બ્રોકરેજ અને લેવડદેવડનો ખર્ચ, B-30 શહેરોમાંથી પ્રવાહ માટે કમિશન ડિસ્ટ્રિબ્યુશન માટે વધારાનો TER, જીએસટી અને એક્ઝિટ લોડ માટે વધારાનો ખર્ચ સામેલ છે.
TERએ સ્કીમના ભંડોળની એક ટકાવારી છે જે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ વહીવટી અને સંચાલન સંબંધિત ખર્ચ માટે વસૂલે છે. TER રોકાણકારે જે ચુકવણી કરવાની હોય છે તેનો મહત્તમ ખર્ચ ગુણોત્તર દર્શાવે છે અને એટલે જ રોકાણકારને જે ચાર્જ કરવાનો હોય છે તે ખર્ચની પરવાનગીમાં તે સામેલ હોય તે જરૂરી છે અને TERમાં જે મર્યાદા છે એના કરતાં રોકાણકાર પાસેથી વધુ ચાર્જની વસૂલાત કરી શકાય નહીં.
એક્ઝિટ લોડ સ્કીમ પરના ચાર્જને નાબૂદ કરવા પ્રસ્તાવ
AMCsએ ડિસ્ટ્રીબ્યૂશન કમિશન પોલિસી એ રીતે બનાવવી જોઇએ કે બી-30 શહેરોમાંથી વધુ રોકડના પ્રવાહ પર વધુ કમિશન પૂરું પાડવું જોઇએ. આ સંદર્ભે, AMCs T-30 શહેરોમાંથી આવતા રોકડના પ્રવાહની તુલનામાં B-30 શહેરોમાંથી આવતા રોકડના પ્રવાહ પર ડિસ્ટ્રિબ્યુટર્સને વધુ કમિશનની ચૂકવણી કરી શકે છે. તદુપરાંત, જે સ્કીમમાં એક્ઝિટ લોડની જોગવાઇ છે તેના પર વધારાના 5 બેસિસ પોઇન્ટના ખર્ચની ચુકવણીના ચાર્જને પણ નાબૂદ કરવા માટેનો સેબીનો પ્રસ્તાવ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.