નવા નિયમો:સેબીના વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે કડક નિયમો

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેપિટલ માર્કેટ નિયામક સેબીએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટેના ધોરણોને વધુ કડક બનાવતા તેઓને કોઇપણ પ્રકારના માળખા અથવા માલિકીને લઇને કરાયેલા ફેરફારની સાત કામકાજના દિવસમાં જાણ કરવાનો નિર્દેશ આપ્યો છે. નોટિફિકેશન અનુસાર, નવા એફપીઆઇની નોંધણીના સંદર્ભે સેબી જરૂર પડે તો તેઓ પાસેથી વધારાના ડોક્યુમેન્ટ્સ માંગી શકે છે.

નવા નિયમો હેઠળ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ સામગ્રીમાં, માળખામાં તેમજ સંચાલનને લગતા ફેરફાર અંગેની કોઇપણ ગેરમાર્ગે દોરતી માહિતી અથવા ખોટી માહિતી અંગે સેબી અને ડિપોઝિટરીને કામકાજના સાત દિવસની અંદર જાણ કરવાની રહેશે. તદુપરાંત, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ જો તેમની વિરુદ્ધ કોઇપણ પ્રકારનો દંડ, કાર્યવાહી, તપાસનું નિષ્કર્ષ હોય જેના માટે કાર્યવાહી કરવામાં આવી હોય અથવા તો વિદેશી નિયામક દ્વારા તેમની સામે કોઇ કાર્યવાહી થવાની હોય તો તે અંગે પણ કામકાજના સાત દિવસની અંદર જાણ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

જો કોઇ કેસમાં સ્ટ્રક્ચરમાં પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે અથવા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના સંચાલન અથવા માલિકીમાં ફેરફાર થાય તો કામકાજના સાત દિવસની અંદર ડિપોઝિટરીને તેની જાણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ 2 દિવસની અંદર માર્કેટ નિયામક સેબીમાં 2 દિવસની અંદર તે માહિતી જમા કરાવશે. હાલના નિયમો મુજબ, FPIsએ ડિપોઝિટરી સહભાગીને તાત્કાલિક જાણ કરવાની જરૂર હતી પરંતુ હવે આ સમયમર્યાદાને સાત કામકાજના દિવસો સુધી વિસ્તારવામાં આવી છે.

ઇઝ ઓફ ડુઇંગ માટે સમિતિની સ્થાપના
એફપીઆઇ અને કસ્ટોડિયન નિયમો હેઠળ કોઇ ચોક્કસ સમયમર્યાદા ન હોવાથી ઉપરોક્ત માહિતી જાહેર કરવામાં ખૂબ જ સમય લગાડતા હતા. નવા નિયમો 14 માર્ચ, 2023થી લાગૂ થઇ ચૂક્યા છે. ઓગસ્ટ, 2022માં સેબીએ દેશના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કે.વી સુબ્રમણ્યનની અધ્યક્ષતા હેઠળ સમિતિની રચના કરી હતી જેઓની કામગીરી દેશમાં એફપીઆઇ દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે જરૂરી પગલાં અંગે સલાહ આપવાની હતી.

અન્ય સમાચારો પણ છે...