તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેબી હવે આકરે પાણી:સેબીએ MF નિયમો આકરા બનાવ્યા, ડેટના નિયમો 1 એપ્રિલથી લાગુ થશે

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્રેન્કલિન ટેમ્પલટન કટોકટીને ધ્યાનમાં રાખી નિયમોમાં ફેરફાર કર્યો

માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવાના નિયમો કડક બનાવ્યા છે. ગયા વર્ષે, ફ્રેન્કલિન ટેમ્પલટને રોકડ કટોકટી વચ્ચે તેની છ ડેટ ફંડ સ્કીમ્સ અચાનક બંધ કરી દીધી હતી. તેને ધ્યાનમાં રાખીને સેબીએ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા આ પગલું ભર્યું છે. નવા નિયમો 1 એપ્રિલથી અમલમાં આવશે. તદનુસાર, મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા વિશેષ સુવિધાઓ સાથેના દેવામાં રોકાણ માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે.

સેબીના પરિપત્ર મુજબ, મ્યુચ્યુઅલ ફંડ્સ હવે એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)ના માત્ર 10% જ ખાસ સુવિધાઓ સાથેના ડેટ ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરી શકશે, જેને ઇક્વિટીમાં રૂપાંતરિત કરી શકાય છે. સેબીએ જણાવ્યું હતું કે તેમાં એડિશનલ ટાયર -1 (એટી -1) અને એડિશનલ ટાયર -2 (એટી -2) બોન્ડ્સનો સમાવેશ કરવામાં આવશે. એયુએમ એ પૈસા છે જે રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ પાસે રોકાણ કરવા માટે જમા કરે છે. સેબીના પરિપત્ર મુજબ આ પ્રકારનુ રોકા કરતાં મ્યુચ્યુઅલ ફંડ્સ પોતાની સ્કીમ્માં સાઈટ પોકેટિંગ કરી શકશે. સિંગલ ઈશ્યુઅરના ડેટમાં મ્યુચ્યુઅલ ફંડ પોતાના એસેટ્સના 5 ટકાથી વધુ રોકાણ કરી શકશે નહીં.

બેડ ડેટ થવા પર એક અલગ પોર્ટફોલિયો બનાવવો એને સાઇડ પોકેટિંગ કહેવામાં આવે છે. તે રોકાણકારોને યોજનાના બાકીના ભાગમાંથી બહાર નીકળવાની તક પૂરી પાડે છે અને જે ડેટમાં રિકવરીની સંભાવના છે તેના પર તેની અસર થતી નથી.

સેબીએ સ્પષ્ટતા કરી છે કે આ મર્યાદાથી ઉપર અગાઉથી જારી રોકાણ ચાલુ જ રહેશે. આ નવો નિયમ ફક્ત નવા રોકાણ પર 1 એપ્રિલ 2021 થી લાગુ થશે. એટી 1 અને એટી 2 બોન્ડ્સને પર્પેચ્યુઅલ બોન્ડ્સ પણ કહેવામાં આવે છે, કારણ કે તેમની પાસે કોઈ ચોક્કસ પાકતી મુદ્દત નથી. જો કે, બેન્કો આને નિયમિત અંતરાલમાં રિ-પે કરતાં રહે છે. જો ઉંચી એનપીએ (ફસાયેલા દેવા)ને લીધે બેંકની મૂડી ઘટે છે, તો આ બોન્ડ્સ તે ખોટને સરભર કરવામાં મદદરૂપ બનશે. આગળ જતા નિયમો વધુ આકરા બનાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...