તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેબીએ માર્કેટ ઈન્ટરમિડિયરીઝ માટેના કંટ્રોલ ફેરફારના માપદંડો અને તેની પૂર્વ મંજૂરી મેળવવા માટેની આવશ્યકતા અંગે સ્પષ્ટતા કરી છે. અનલિસ્ટેડ કોર્પોરેટ ઈન્ટરમિડિયરી સંબંધિત, ટ્રાન્સફર ઓફ શેર હોલ્ડિંગ સહિત સંબંધિત માપદંડોમાં અંકુશ બદલાવવા પર કોઈ ફેરફાર થશે નહીં.
સેબીએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, સંબંધીઓને શેરહોલ્ડિંગ ટ્રાન્સફર કરવાથી અંકુશમાં કોઈ ફેરફાર થશે નહીં. સંબંધીઓમાં તે વ્યક્તિના જીવનસાથી, માતાપિતા, ભાઈ, બહેન અથવા વ્યક્તિના બાળક અથવા પત્નીનો સમાવેશ થાય છે.
2011માં જારી સર્ક્યુલરમાં સ્ટોક એક્સચેન્જ, ડિપોઝિટરી, અને ઈન્ટરમિડિયરીઝને સંબોધિત કરતાં સેબીએ જણાવ્યુ હતુ કે, કંટ્રોલમાં ફેરફાર કરવા માટે અગાઉ મંજૂરી લેવી પડશે. હવે તેમાં અમુક વર્ગીકરણો આપવામાં આવ્યા છે. હાલ જારી સર્ક્યુલરમાં તમામ સ્ટોક બ્રોકર્સ, ડિપોઝિટરી પાર્ટિસિપેટ્સ, મર્ચન્ટ બેન્કર્સ, રજિસ્ટ્રાર, શેર ટ્રાન્સફર એજન્ટ, ડિબેન્ચર ટ્રસ્ટી, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ, અને બેન્કર્સને સામેલ કરવામાં આવ્યા છે.
જો ઈન્ટરમિડિયરીને પ્રોપર્ટરી સંબંધિત સમસ્યાઓ હોય, બિઝનેસ કે કેપિટલ ટ્રાન્સફર ટ્રાન્સમિશનના રૂટ મારફત અન્ય વ્યક્તિના નામે કરવાનુ હોય તો તેમાં લિગલ ફોર્મેશન અને માલિકીમાં ફેરફાર થાય છે. જેમાં અમુક કિસ્સામાં અગાઉથી મંજૂરી લેવાની જરૂર પડે છે. બાદમાં ટ્રાન્સફરીના નામમાં રજિસ્ટ્રેશનની જરૂર પડે છે. પાર્ટનરશિપ કંપની સાથે બે કરતાં વધુ પાર્ટનર્સ જોડાયેલા હોય તેવા કિસ્સામાં ઈન્ટર સે ટ્રાન્સફર, પાર્ટનર્સના ચેન્જ ઓફ કંટ્રોલમાં કોઈ ફેરફાર થતો નથી.
બે પાર્ટનર ધરાતી પાર્ટનરશિપ ફર્મમાં એક પાર્ટનરના મોતના કિસ્સામાં તેના વારસદારને દાખલ કરવામાં આવશે તો તે પાર્ટનરશિપ ફર્મનો પાર્ટનર બનશે. પાર્ટનરશિપ ફર્મ આવા સંજોગોમાં અસ્તિત્વમાં રહેશે અને ટ્રાન્સમિશન દ્વારા કાયદેસરના વારસદારને ભાગીદારીની મંજૂરી આપવી તે ચેન્જ ઓફ કંટ્રોલ ગણાશે નહીં.
પરિપત્ર મુજબ, આવનાર કંપનીઓ અથવા શેરહોલ્ડરો ટ્રાન્સમિશન ઓફ શેર્સ કે વારસદાર સંબંધીને શેર ટ્રાન્સફર કરવામાં આવે તો તે કંપનીના નિયંત્રણોનો ભાગ બનશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.