નવા નિયમો જારી:સેબીએ મ્યુ.ફંડ યુનિટ ધારકોના સંદર્ભે AMC નિયમો રજૂ કર્યા

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મ્યુચ્યુઅલ ફંડ યુનિટધારકોને ડિવિડન્ડ તેમજ રિડેમ્પશન ટ્રાન્સફર સંદર્ભે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs) માટે કેપિટલ માર્કેટ નિયામક સેબીએ નવા નિયમો જારી કર્યા છે. આ નવા નિયમો હેઠળ દરેક એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ સેબી દ્વારા નિર્ધારિત સમય મર્યાદાની અંદર યુનિટધારકોને ચુકવણી કરાતા ડિવિડન્ડ તેમજ રિડેમ્પશનની પ્રોસેસ હાથ ધરવી પડશે. જો નિર્ધારિત સમયમર્યાદામાં ટ્રાન્સફર પ્રોસેસમાં AMC નિષ્ફળ રહેશે તો AMCએ યુનિટધારકોને વ્યાજની ચૂકવણી કરવી પડશે.

યુનિટધારકોને વ્યાજની ચૂકવણી કરવા છતાં નિર્ધારિત સમયની અંદર રિડેમ્પશન અથવા પુન:ખરીદીની પ્રક્રિયાને કરવામાં AMC નિષ્ફળ નિવડશે તો પણ AMC સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું સેબીએ જણાવ્યું હતું. રિડેમ્પશન તેમજ રિપર્ચેસ અથવા ડિવિડન્ડ ચૂકવણી કોઇ અસામાન્ય સંજોગોમાં જ તેની પ્રક્રિયા ઑફલાઇન કરવામાં આવશે અને તેના માટે AMCએ ઑફલાઇન પ્રક્રિયા માટે દરેક રેકોર્ડ જાળવવો પડશે તેમજ તે પાછળના કારણ અંગેની પણ સ્પષ્ટતા કરવી પડશે.

NSE ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ રજૂ કરશે
નેશનલ સ્ટોક એક્સચેન્જ તેના પ્લેટફોર્મ પર ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ રજૂ કરવાની યોજના ધરાવે છે અને માર્કેટ નિયામક સેબી તેને લઇને કેટલાક ટેક્સ સંલગ્ન મુદ્દાઓ માટે સરકાર સાથે ચર્ચા વિચારણા કરી રહી છે. ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ અંગે વાત કરતા સેબીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વી. એસ સુંદરેસને જણાવ્યું હતું કે સેબીએ આ પ્રોડક્ટ લૉન્ચ કરી છે અને BSEએ એક મહિના પહેલા તેને લોન્ચ કરી હતી. સમયની સાથે આ પ્રોડક્ટની માગ જોર પકડશે. આ પ્રોડક્ટ હેઠળ, સોનાને તીજોરીમાં જમા કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...