તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • The SBI Said, "Government Should Not Increase Taxes In The Budget, Get Revenue By Resolving Tax Disputes."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારને સુચન:SBIએ કહ્યું- સરકાર બજેટમાં ટેક્સ ન વધારે, ટેક્સ વિવાદનું સમાધાન કરીને રેવન્યું મેળવો

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી દરમિયાન સરકારનો ખર્ચ વધ્યો છે. ચર્ચા છે કે સરકાર આમદાની વધારવા માટે કોરોના સેસ જેવા વધારાનો ટેક્સનો પ્રાવધાન કરી શકે છે. જોકે SBIના ઈકોરેપ રિપોર્ટમાં સરકારને આવા પગલા ન ભરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે.

નવા ટેક્સની જગ્યાએ વિવાદનું સમાધાન કરવાની સલાહ
SBIના રિપોર્ટમાં અર્થશાસ્ત્રીઓએ એક ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટમાં નવો ટેક્સ ન લગાવવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે આમદાની વધારવા માટે સરકારે ટેક્સ વિવાદના સમાધાન પર ફોકસ કરવું જોઈએ. નાણાંકીય વર્ષ 2018-19 સુધી લગભગ 9.5 લાખ કરોડ રૂપિયાના ટેક્સને લઈને વિવાદ ચાલી રહ્યાં હતા. તેમાં કોર્પોરેટ ટેક્સના 4.05 લાખ કરોડ રૂપિયા, ઈન્કમ ટેક્સના 3.97 લાખ કરોડ રૂપિયા અને કમોડિટી તથા સર્વિસ ટેક્સના 1.54 લાખ કરોડ રૂપિયા સામેલ છે.

સરકારનું નુકસાન રેકોર્ડ 7.4 ટકા પહોંચવાનો અંદાજ
ખર્ચ વધવાને કારણે સરકારનું નુકસાન(ફિસ્કલ ડેફિસિટ) ઘણું વધી જશે. મહામારીના કારણે સરકારને મળનાર રેવન્યુ પણ ઘટી છે. રેવન્યુ બજેટ એસ્ટીમેશનથી 3.2 લાખ કરોડ રૂપિયા ઓછા રહેવાનું અનુમાન છે. જ્યારે ખર્ચ 3.3 લાખ કરોડ રૂપિયા વધવાની શકયતા છે. આ કારણે સરકારનું નુકસાન GDPના 7.4 ટકા સુધી પહોંચી શકે છે. જે છેલ્લા એક દશકામાં સૌથી વધુ હશે. રિપોર્ટ અનુસાર ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારનું નુકસાન 14.46 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

GDPનું કદ બજેટ લક્ષ્યથી 30 લાખ કરોડ રૂપિયા ઓછું રહેશે
નાણાંકીય વર્ષમાં GDPનું આકાર 194.8 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. જ્યારે બજેટમાં સરકારે અનુમાન વ્યક્ત કર્યું હતું કે તે 224.9 લાખ કરોડ રૂપિયા પહોંચી જશે. તે હાલ લક્ષ્યથી 30 લાખ કરોડ રૂપિયા ઓછું રહી શકે છે. 2019-20માં GDPનો આકાર 204 લાખ કરોડ રૂપિયા હતો. એટલે કે માર્ચ 2021માં GDP માર્ચ 2020થી ઓછો રહેશે.

આગામી નાણાંકીય વર્ષમાં GDPમાં મજબૂત વધારાની શકયતા
રિપોર્ટ મુજબ નાણાંકીય વર્ષ 2021માં દેશની રિયલ GDPમાં 7.7 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે. જોકે નોમિનલ GDP 4.2 ટકા ઘટી શકે છે. રિયલ GDPમાં મોંઘવારી જોડવા પર નોમિનલ GDP 4.2 ટકા ઘટી શકે છે. રિયલ GDPમાં મોંઘવારી જોડવા પર નોમિનલ GDPનો આંકડો નીકળે છે. બજેટમાં આ વર્ષે નોમિનલ GDP 10 ટકા વધવાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું. નાણાંકીય વર્ષ 2021-22માં નોમિનલ GDP 15 ટકા વધવાની શકયતા છે. સરકારનું નુકસાન પણ 11.67 લાખ કરોડ રૂપિયા એટલે કે GDPનું 5.2 ટકા રહી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser