એસબીઆઈ / સ્ટેટ બેન્કે માર્જીનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત ધિરાણ દરમાં ઘટાડો કરતા હોમ લોન સસ્તી થઇ

divyabhaskar.com

May 10, 2019, 05:01 PM IST
SBI reduces its MCLR and home loan rates by 5 bps

  • આનાથી હોમ લોનના દરોમાં 5 બેઝીસ પોઈન્ટનો ઘટાડો થશે
  • મોનીટરી પોલીસી બાદ એક મહિનામાં બીજીવાર ઘટાડો કર્યો

અમદાવાદ: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ આજથી જ અસરમાં આવે તે રીતે પોતાના માર્જીનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત ધિરાણ દરો (એમસીએલઆર)માં 5 બેઝીસ પોઈન્ટનો ઘટાડી 8.50%માંથી 8.45% કર્યો છે. આના કારણે હોમ લોનના દરોમાં પણ 5 બેઝીસ પોઈન્ટનો ઘટાડો થશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 10 એપ્રિલે જાહેર થયેલી મોનીટરી પોલીસી બાદ એસબીઆઈએ એક મહિનામાં બીજીવાર ઘટાડો કર્યો છે.

એક મહિનામાં હોમ લોનના દરોમાં 15 બેઝીસ પોઈન્ટ ઘટાડ્યા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગયા મહીને મોનીતારી પોલીસીમાં 25 બેઝીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો જેના પગલે સ્ટેટ બેંક સહિતની વિવિધ બેન્કોએ પોતાના હોમ લોનના દરોમાં ઘટાડો કર્યો હતો. એસબીઆઈના જણાવ્યા પ્રમાણે બેન્કે પોતાના હોમ લોન માટેના દરોમાં મોનીતારી પોલીસી બાદ બે વાર ઘટાડો કરતા એક મહિના દરમિયાન 15 બેઝીસ પોઈન્ટનો ઘટાડો થયો છે.

કેશ ક્રેડિટ, ઓવર ડ્રાફ્ટ પરના વ્યાજમાં પણ ઘટાડો થયો
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, રૂ. 1 લાખ કે તેનાથી વધારેના ઓવર ડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ પરના વ્યાજ દરમાં પણ બેન્કે 1 મેથી 25 બેઝીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ રીતે બેન્કે રિઝર્વ બેન્કે કરેલા રેપોરેટના ઘટાડાનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચાડ્યો છે.

X
SBI reduces its MCLR and home loan rates by 5 bps
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી