મોંઘવારીનો પહેલાથી સામનો કરી રહેલા સામાન્ય લોકોને ફટકો પડ્યો છે. કારણ કે ભારતીય સ્ટેટ બેંકે વ્યાજદરમાં વધારો ઝીંકી દીધો છે. જેના કારણે હવે હોમ અને ઓટો લોન માટે વધારે ઇએમઆઇની ચુકવણી કરવી પડશે. જુદી જુદી અવધિના માર્જિનલ કોસ્ટ બેઝડ લેન્ડિંગ રેટ અથવા તો એમસીએલઆરમાં 15 બેઝિક પોઇન્ટનો અથવા 0.15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
નવા દરો તાત્કાલિક ધોરણે 15મી નવેમ્બરથી જ અમલી કરવામાં આવ્યા છે. એમસીએલઆરમાં વધારા બાદ ટર્મ લોન પર ઇએમઆઇ વધી શકે છે. મોટા ભાગના કન્ઝ્યુમર લોન એક વર્ષના માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટના આધાર પર હોય છે. આવી સ્થિતામાં પર્સનલ લોન, ઓટો લોન અને હોમ લોન મોંઘી બની શકે છે.
એસબીઆઇએ એક વર્ષનાં એમસીએલઆરમાં 0.10 ટકા વધાર્યા છે, જેથી આ દર વધીને 8.05 ટકા થઇ ગયો છે. હમણાં સુધી આ દર 7.95 ટકા હતો. બે અને ત્રણ વર્ષનાં એમસીએલઆર પણ 0.10 ટકાથી વધારી 8.25 ટકા અને 8.35 ટકા કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.