તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્માર્ટ સિટી - ગિફ્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીઝ સેન્ટર (IFSC)એ ગિફ્ટ એસઇઝેડ વિસ્તારમાં રેસિડેન્શિયલ, કમર્શિયલ અને સોશિયલ બિલ્ડિંગ્સના વિકાસ માટે સેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને 10 લાખ ચોરસફૂટ બિલ્ડ અપ એરિયા (BUA) ફાળવ્યો છે. આ અંતર્ગત સેવી આશરે 5 પ્રોજેક્ટ્સ વિકસાવશે તથા અંદાજે રૂ. 700 કરોડનું રોકાણ કરશે. ગિફ્ટ SEZ વિસ્તારમાં કાર્યરત ઓફિસિસ અને ફ્રી ટ્રેડ વેરહાઉસિંગ ઝોન (FTWZ) ધરાવતા 23 માળના કમર્શિયલ ટાવરમાં આ વધુ એક ઉમેરો રહેશે.
ગિફ્ટમાં સેવીનું કુલ રોકાણ રૂ. 1000 કરોડ પર પહોચશે
સેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્રુપ CMD જક્ષય શાહે કહ્યું હતું કે લોકો સ્માર્ટ સિટીઝમાં રહેવા અને કામ કરવાના લાભો અનુભવશે, તેથી જ અમે અહી ઇન્ટિગ્રેટેડ સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. પ્રસ્તાવિત ફાળવણી મુજબ સેવી 10 લાખ ચોરસફૂટ બિલ્ટ અપ એરિયામાં વિવિધ સબ-પ્રોજેક્ટ્સ વિકસાવશે. આ સબ-પ્રોજેક્ટ્સમાં ઓફિસ બિલ્ડિંગ્સ, લોજિસ્ટિક સ્પેસ, બિઝનેસ સેન્ટર, રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ, યુનિવર્સિટી બિલ્ડિંગ અને ઇન્ટરનેશનલ ક્લબ સુવિધા સામેલ છે. ગિફ્ટ સિટીમાં હાલના કમર્શિયલ ટાવર સાથે અમારું કુલ રોકાણ રૂ. 1000 કરોડ થશે
વૈશ્વિક સ્તરની ડિઝાઇનનાં બિલ્ડિંગ બનશે
જક્ષય શાહે કહ્યું હતું કે ગિફ્ટમાં આ તમામ નવા પ્રોજેક્ટ્સથી આશરે 8,000 લોકો માટે નવી રોજગારની પ્રત્યક્ષ તકોનું સર્જન થશે. ગિફ્ટ સિટીમાં 5 લાખ ચોરસફૂટ બીયુએમાં અમારા પ્રથમ ઓફિસ ટાવર પ્રોજેક્ટને પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો છે અને એ લગભગ સંપૂર્ણ લીઝ ઉપર અપાઇ ગયો છે. નવા પ્રોજેક્ટ્સનું બાંધકામ નિર્ધારિત સમયમર્યાદામાં શરૂ થશે તેમજ બીજા વૈશ્વિક નાણાકીય કેન્દ્રો અનુરૂપ અદ્યતન ડિઝાઇન અને સુવિધાઓ વિકસાવશે.
ગિફ્ટ સિટીમાં રિયલ એસ્ટેટક્ષેત્રને વેગ મળશે
ગિફ્ટ સિટીના MD અને ગ્રુપ CEO તપન રેએ કહ્યું હતું કે કોવિડ-19ના પડકારજનક સમયમાં રિયલ એસ્ટેટ માટે નોંધપાત્ર ફાળવણીથી આ વિસ્તારમાં રિયલ એસ્ટેટક્ષેત્રને વેગ મળશે. કોવિડ બાદના સમયમાં ગિફ્ટ સિટી રોકાણ માટેનું આદર્શ સ્થળ હોવાનો એ પુરાવો છે. મહામારીના સમયમાં નીતિ નિર્ધારકો સમક્ષ ભાવિ શહેરોના નિર્માણની કાર્યપદ્ધતિ વિકસાવવાનો પડકાર છે ત્યારે ગિફ્ટ સિટી ઉત્તમ ઉદાહરણ છે કે જેનું અનુકરણ કરી શકાય. અમને ખુશી છે કે સેવી નિર્ણાયક તબક્કામાં અભૂતપૂર્વ રોકાણ કરી રહ્યું છે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.