તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સઉદી અરબની ઓઈલ કંપની સઉદી અરામ્કોની 2020ના પ્રથમ ત્રિમાસિકમાં આવકો 25 ટકા ઘટી છે. કોરોના સંકટના લીધે અરામ્કોનો નફો 16.7 અબજ ડોલરમાં સમેટાઈ ગયો છે. ગતવર્ષએ ત્રિમાસિકમાં કંપનીનો નફો 22 અબજ ડોલર હતો. આવકો ઘટ્યા બાદ કંપનીએ સમીક્ષા હેઠળ 18.75 અબજ ડોલર ચોખ્ખો નફો નોંધાવાની જાહેરાત કરી છે. 2020ના પ્રથમ ત્રિમાસિકમાં જે લિસ્ટેડ કંપની દ્વારા મેળવવામાં આવેલો સૌથી વધુ ચોખ્ખો નફો છે. અરામ્કોના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી અમીન નાસેરે જણાવ્યુ છે કે, ક્રૂડની વૈશ્વિક માગ પર કોરોના વાયરસની અસર થવાની સંભાવના છે. જેનાથી કંપનીની વાર્ષિક આવક અને ક્રૂડની કિંમતો પર પ્રેશર જળવાઈ રહેવાનો અંદાજ છે. સઉદી અરામ્કોમાં સઉદી અરબ સરકારનો હિસ્સો વધુ છે. સઉદી અરબ સરકારે દેશની ક્રૂડ મારફત આવકો 2020ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે 25 ટકા ઘટવાની આશંકા વ્યક્ત કરી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.