તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Auto Segment Sales Rise 20 To 36 Per Cent In Second Quarter, Car Sales Rise 17 Per Cent In Second Quarter, Madhya Pradesh And Rajasthan Top

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારના વેચાણમાં વધારો:બીજા ત્રિમાસિકમાં ઓટો સેગમેન્ટનાં વેચાણો 20થી 36 ટકા વધ્યાં, કારનાં વેચાણો બીજા ત્રિમાસિકમાં 17% વધ્યાં, મધ્યપ્રદેશ અને રાજસ્થાન મોખરે

નવી દિલ્હી3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં દેશભરમાં કારના વેચાણો ગતવર્ષની તુલનાએ 17 ટકા વધ્યા છે. જ્યારે રાજ્યવાર આંકડાઓ જોઈએ તો ટોચના પાંચ રાજ્યોમાં મધ્યપ્રદેશમાં કારના વેચાણો રેકોર્ડ 35.9 ટકા વધ્યા છે. રાજસ્થાન કારના વેચાણોમાં 30.2 ટકા વૃદ્ધિ સાથે બીજા ક્રમે રહ્યુ છે. કોટક ઈન્સ્ટીટ્યુશનલ ઈક્વિટીના એનાલિસ્ટ હિતેશ ગોયલે જણાવ્યુ હતુ કે, લોકડાઉનના સમયે માગ નહિંવત્ત થઈ હતી. જો કે, તહેવારોની સિઝનમાં માગ નોંધાતા ઓટો સેક્ટરમાં ગ્રોથ જોવા મળ્યો છે.

ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, હરિયાણામાં 20 ટકાથી વધુ ગ્રોથ જોવા મળ્યો છે. ઉત્તરભારતમાં સૌથી વધુ સારૂ પ્રદર્શન રહ્યુ છે. અહીં કારના વેચાણ 27 ટકાથી વધ્યા છે. દક્ષિણ પ્રદેશમાં માત્ર 6 ટકા ગ્રોથ જોવા મળ્યો છે. કેરળ અને તમિલનાડુમાં કારના વેચાણો ઘટ્યા છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના પ્રેસિડન્ટ વિંકેશ ગુલાટીએ દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, રક્ષાબંધન શરૂ થવાથી માંડી દિવાળી સુધી ચાલનારા તહેવારોમાં ઉત્તર પ્રદેશમાં સારા વેચાણો જોવા મળ્યા છે. ડિલર્સે સારા વેચાણોના અંદાજને ધ્યાનમાં લેતાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ખરીદી શરૂ કરી છે.

ટુ-વ્હિલરની કિંમતો વધતા વેચાણને અસર
સ્કૂટરના વેચાણો ઘટાડો
બીજા ત્રિમાસિકમાં કારના વેચાણોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ટુ વ્હિલર્સના વેચાણોમાં 28.8 ટકા ઘટાડો જોવા મળ્યો છે. દેશના તમામ સેક્ટર્સમાં ટુ વ્હિલર્સના વેચાણઓ ઘટ્યા છે. ગોયલ અનુસાર, શહેરી વિસ્તારોમાં સ્થાનિક લોકડાઉનના લીધે ઘટાડો જોવા મળ્યો છે.

ઉ.ભારતનું પ્રદર્શન સૌથી સારુ

પ્રદેશQ2-20Q2-21તફાવત
ઉત્તર1,66,7362,11,87927.1
પૂર્વ82,79496,20416.2
પશ્ચિમ1,83,1722,18,14219.1
દક્ષિણ1,87,1661,99,4296.6
કુલ6,19,8687,25,65417.1

મારુતિ માર્કેટ લિડરમાં અગ્રેસર

કંપનીQ2-20Q2- 21
મારૂતિ48.4%49.4%
તાતા4.2%7.6%
હ્યુન્ડાઈ19.0%18.5%
મહિન્દ્રા7.2%5.4%

મારુતિ-તાતાએ માર્કેટમાં હિસ્સો વધાર્યો
બીજા ત્રિમાસિકમાં મારૂતિ સુઝુકી અને તાતા મોટર્સે માર્કેટમાં હિસ્સો વધારવામાં સફળતા હાંસિલ કરી છે. મારૂતિનો હિસ્સો 48.4 ટકાથી 100 બેઝિસ પોઈન્ટ વધી 49.4 ટકા થયો છે. તાતા મોટર્સે પણ લાંબી છલાંગ લગાવી છે. કંપનીનો હિસ્સો 4.2 ટકા વધી 7.6 ટકા થયો છે. હ્યુન્ડાઈ અને મહિન્દ્રાનો માર્કેટ હિસ્સો
ઘટ્યો છે.

રાજ્ય મુજબ વેચાણ સ્થિતી

રાજ્યQ2-20Q2-21તફાવત
મધ્યપ્રદેશ23,04831,31135.9
રાજસ્થાન28,21836,73630.2
યુપી-ઉત્તરાખંડ58,59574,27326.8
હરિયાણા35,59743,85123.2
ગુજરાત52,08962,89320.7
મહારાષ્ટ્ર65,40271,1808.8
દિલ્હી32,91234,9446.2
પંજાબ19,81023,49118.6

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો