ટોપ ગિયર:ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં યુટિલિટી વાહનોનો વેચાણ હિસ્સો વધી 95 ટકા સુધી પહોંચ્યો

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિ-કોવીડ સ્તર કરતાં પણ યુવીનાં વેચાણો વધ્યાં, ટ્રેન્ડ પોઝિટિવ રહેશે

યુટિલિટી વ્હીકલ (યુવી) પ્રત્યે આકર્ષણ સતત વધી રહ્યું છે. પરિણામે દાયકા પહેલાં કુલ ઓટો સેલ્સમાં માત્ર 10 ટકા હિસ્સો ધરાવતા યુવી સેગમેન્ટનો હિસ્સો આજે વધી 95 ટકા થયો છે. ઉદ્યોગ સંગઠનને આશાવાદ છે કે, આગામી થોડા વર્ષોમાં આ સેગમેન્ટનું માર્કેટ બહોળા પ્રમાણમાં વિકસિત થશે.

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા જારી આંકડા મુજબ, જુલાઈમાં દર 100 કારમાંથી 95થી વધુ યુટિલિટી વાહનો વેચાયા હતા. જે જુલાઈ, 2019માં, દર 100 કાર સામે 53 યુવી વેચાયા હતા.

યુવી એ સ્પોર્ટી ડિઝાઈન કરેલી કાર છે, જેમાં મોટા પૈડાંઓ અને સામાન્ય કાર કરતાં વધુ શક્તિશાળી એન્જિન હોય છે. સ્થાનિક બજારમાં ટાટા નેક્સન, સફારી, હેરિયર, ફોર્ડ ઇકો સ્પોર્ટ, મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા, હ્યુન્ડાઇ વેન્યુ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સ્કોર્પિયો અને થાર આ રેન્જના મોડલ્સ સામેલ છે. જ્યારે કારમાં હેચબેક, સેડાન મુખ્ય સેગમેન્ટ હોય છે. યુવીના વેચાણો વધવાનો ટ્રેન્ડ કામચલાઉ નહીં પરંતુ સ્થાયી છે.

ચાલુ કેલેન્ડર વર્ષમાં એપ્રિલથી જુલાઈ દરમિયાન સ્થાનિક બજારમાં દર 100 કારના વેચાણ સામે 87.77 યુવી વેચાઈ હતી. જ્યારે ગતવર્ષે આ રેશિયો 100:76.25, એપ્રિલ-જુલાઈ, 2019માં 100:51 હતો. વાસ્તવમાં 2020માં 2020 બાદથી યુવીના વેચાણો ઝડપથી વધ્યા છે. પરિણામે ઓટોમોબાઈલ કંપનીઓ નવા લોન્ચિંગમાં યુવીને પ્રાથમિકતા આપી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં નવી લોન્ચ ટોચની 10 કારમાંથી 8 યુટિલિટી વ્હિકલ કાર છે.

લાંબી મુસાફરીના પ્રવાસ માટે પ્રાઈવેટ વ્હિકલનો વપરાશ વધ્યો
છેલ્લા થોડા વર્ષથી એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લોકો લાંબી મુસાફરીનો પ્રવાસ ખેડવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટના સ્થાને પ્રાઈવેટ વ્હિકલનો ઉપયોગ કરી રહ્યા છે. એવામાં યુટિલિટી વ્હિકલની માગ વધી છે. પૈડાં મોટા હોવાથી અડચણો વાળા રસ્તા પર સરળતાથી દોડી શકે છે. > ટૂટૂ ધવન, ઓટોમોબાઈલ એક્સપર્ટ

અન્ય સમાચારો પણ છે...