તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

UVનું ગતિશીલ માર્કેટ:યુટિલિટી વાહનોના વેચાણ પોઝિટીવ

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશના મોબાઈલ માર્કેટમાં ઓગસ્ટ માસ પરિવર્તનશીલ રહ્યો છે. સામાન્ય સંજોગોમાં પ્રથમ વખત, યુટિલિટી વ્હિકલ્સ (યુવી) વેચાણની દ્રષ્ટિએ કાર કરતાં વધ્યાં છે. ઓગસ્ટમાં કુલ 1,08,508 કાર વેચાઈ હતી જ્યારે યુટિલિટી વાહનોનો આંકડો 1,12,863, એટલે કે 4355 યુનિટ વધુ નોંધાયો હતો.

તેનાથી વિપરીત, પાંચ વર્ષ પહેલા, પ્રાઈવેટ વ્હિકલ માર્કેટમાં યુવીનો હિસ્સો કારના ત્રીજા ભાગ કરતાં ઓછો હતો. યુવી સ્પોર્ટી ડિઝાઇન કાર છે, જેમાં મોટા પૈડાં અને વધુ શક્તિશાળી એન્જિન હોય છે. તેમાં પાસે ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ છે.

તાતા નેક્સન, ફોર્ડની ઇકો સ્પોર્ટ, મારુતિ વિટારા બ્રેઝા અને મહિન્દ્રાની સ્કોર્પિયો અને થાર આ કેટેગરીના મોડેલ છે. કારમાં હેચબેક, સેડાન કાર પણ મુખ્ય સેગમેન્ટ છે.

કારના જથ્થાબંધ વેચાણો ઓગસ્ટમાં 44.7% વધ્યાં
પેસેન્જર વાહનોનું જથ્થાબંધ વેચાણ ઓગસ્ટમાં 44.7% વધીને 264,442 યુનિટ થયું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં આ આંકડો 182,779 પર પહોંચી ગયો હતો. ઓટો કંપનીઓનું સંગઠન સિયામ અનુસાર, ગયા મહિને ટુ વ્હિલર્સના વેચાણ 14.6% ઘટીને 1331436 યુનિટ નોંધાયા હતાં. ગત વર્ષે જુલાઈમાં 17,90,115 વાહનો સામે આ વર્ષે કુલ 15,86,853 વાહનો વેચાયા હતા.

ફોર્ડ ભારતીય ગ્રાહકની રગ પારખી શકી નહીં - ટૂટૂ ધવન ઓટો એક્સપર્ટ-ભાસ્કર એક્સપર્ટ
ફોર્ડ મોટર્સના પ્રોડક્ટ ખરાબ ન હતાં. પરંતુ મેનેજમેન્ટના ખોટા નિર્ણયોના પગલે કંપની ભારતમાંથી બિઝનેસ સમેટી લેવા મજબૂર બની હતી. ભારતમાં ફોર્ડ નિષ્ફળ રહેવા પાછળના પાંચ મુખ્ય કારણો છે…

1 નવું મોડલ લોન્ચ ન કરવું : ભારતીય ગ્રાહક સતત ગાડીના નવા મોડલની શોધમાં હોય છે. જેઓ જુના મોડલનું અપગ્રેડ માગતા હોય છે. ફોર્ડે તેના પર ધ્યાન આપ્યું નહીં.

2 વધુ કોસ્ટ ટુ ઓનરશિપ: ફોર્ડની કાર માર્કેટમાં ઉપલબ્ધ સમકક્ષ વાહનો કરતાં મોંઘી હતી. તેનો ઉત્પાદન ખર્ચ પણ વધુ હતો.

3 નબળી આફ્ટર સેલ્સ સર્વિસ: ફોર્ડની આ ફિલોસોફીએ સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હતુ કે, તેના પાર્ટ્સ ખુલ્લા બજારમાં મળશે નહીં. જેનાથી ઘણી વખત ગ્રાહકોને સસ્તા પાર્ટ્સ માટે ગ્રે માર્કેટ તરફ પ્રયાણ કરવુ પડ્યું હતું. આફ્ટર સેલ્સ સર્વિસ મામલે ફોર્ડની છબી ખરાબ રહી હતી.

4 ડીલર્સ સાથે નબળો વ્યવહાર: ફોર્ડ કંપનીના પોતાના ડીલર્સ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હતા નહીં. આથી તેની ડીલરશિપ અનેકવખત બંધ થઈ હતી. પરિણામે માર્કેટમાં ખરાબ છબી ઉભી થતાં માગ ઘટી હતી.

5 ગ્રાહક કેન્દ્રિત ન હતી: ફોર્ડની નવી ગાડીઓ બિનજરૂરી સુવિધાઓને કારણે ઉંચા ભાવ ધરાવે છે. ઉદાહરણ તરીકે, ફ્રીસ્ટાઇલમાં 7 એરબેગ્સ હતી. જો ગ્રાહક સલામતી વિશે ચિંતિત હોય, તો તે ત્રણ બોક્સ એટલે કે ટ્રંક સાથે કાર લેશે, અને હેચબેક પર એટલા રૂપિયા ખર્ચ કરશે નહીં.

અન્ય સમાચારો પણ છે...