મોટા ઘરોની માંગ:કોવિડ બાદ મોટાં ઘરની માગ વધતાં સ્ટુડિયો એપાર્ટમેન્ટના વેચાણ ઘટ્યા

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ| કોરોના રોગચાળાએ લોકોને પોતાની માલિકીના ઘરનું મહત્વ સમજાવ્યું છે એટલું જ નહીં, ઘરેથી કામ, ઘરેથી અભ્યાસ જેવા વલણોએ પણ મોટા ઘરોની માંગને વેગ આપ્યો છે. જેના લીધે 1બીએચકે, 1એચકે જેવા સ્ટુડિયો એપાર્ટમેન્ટની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

માંગમાં ઘટાડાને જોતા બિલ્ડરો અને ડેવલપર્સે પણ સપ્લાયમાં ઘટાડો કર્યો છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકના રિપોર્ટ અનુસાર, 2022ના પહેલા છ મહિનામાં ઘરના વેચાણમાં 60%નો વધારો થયો છે. નવા મકાનોના લોન્ચિંગ એટલે કે બાંધકામમાં પણ 56%નો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...