તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવું કેનવાસ:ડિજિટલ આર્ટ માર્કેટમાં 1 મહિનામાં 22 હજાર કરોડ રૂ.નું વેચાણ

વોશિંગ્ટન12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગ્રણી ડિજિટલ માર્કેટ ઓપનસીના 26 હજારથી વધુ યુઝર્સ
  • સ્કૂલમાં ભણતા ટીનેજર્સ કલાની દુનિયામાં નસીબ અજમાવી રહ્યા છે, એક પેઇન્ટિંગ 500 કરોડ રૂ.માં વેચાયું

15 વર્ષનો જેડાન સ્ટિપ હાલ હાઇસ્કૂલમાં ભણે છે. તેણે એસ્ટ્રોનોટના કાર્ટૂનની ડિજિટલ તસવીર 22 લાખ રૂ.માં વેચી. 1 મહિના બાદ તેની 44 લાખ રૂ.માં હરાજી થઇ. સ્ટિપ સોશિયલ મીડિયા ઍપ પર લોગોની ડિઝાઇન 1,500થી 5,000 રૂ.માં વેચે છે.

સ્ટિપ જેવા ઘણાં યુવા આર્ટિસ્ટ્સ પરંપરાગત આર્ટ માર્કેટને કોરાણે રાખીને બ્લોકચેન પર ક્રિપ્ટોઆર્ટ બાયર્સની દુનિયામાં નસીબ અજમાવી રહ્યા છે. બિટકોઇન તથા અન્ય ક્રિપ્ટોકરન્સીની જેમ એનએફટી (નોન ફંજિબલ ટોકન)ના ખરીદ-વેચાણમાં ભારે તેજી આવી છે.

ડિજિટલ લેજર પર કલેક્ટ ડેટાના યુનિટ એનએફટીના બજારની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. એનએફટી પર આર્ટિસ્ટ ફોટો, વીડિયો, ઓડિયો તથા અન્ય ડિજિટલ ફાઇલ્સ રાખી શકે છે. બીપલ જેવા નવા આર્ટિસ્ટે તેની એક કૃતિ 500 કરોડ રૂ.માં વેચી છે. ઓપનસી નામના અગ્રણી માર્કેટના યુઝર્સ 26 હજારથી વધુ થઇ ગયા છે.

ઓગસ્ટમાં તેનું 22 હજાર કરોડ રૂ.થી વધુનું વેચાણ રહ્યું, જે જુલાઇ કરતાં 10 ગણું છે. કલાની નવી દુનિયામાં ચાલી રહેલી તેજી હજુ ચરમસીમાએ નથી પહોંચી. ઓક્શન હાઉસ ક્રિસ્ટી’સના ડિજિટલ સેલિંગ હેડ નોહ ડેવિસ કહે છે કે આને જૂના કલાકારોના આદર્શો અને લક્ષ્યો સાથે કોઇ સંબંધ નથી. તેઓ એનએફટી આર્ટની ઊંચી કિંમતને ગાંડપણ કહે છે.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં યુવા કલાકારોની કૃતિઓનું બજાર ગરમ રહ્યું. 12 વર્ષના બેન્યામિન અહમદની વ્હેલ સીરીઝની ઘણી વધારે કિંમત મળી છે. 18 વર્ષીય વિક્ટર લેંગલોઇસે ગત વર્ષે એનએફટીના વેચાણથી 132 કરોડ રૂ.ની કમાણી કરી.

ડિજિટલ આર્ટનું બજાર બધા માટે ખુલ્લું છે. એનએફટી બનાવવાની પ્રક્રિયા સરળ છે. પહેલાં સુપરરેર જેવા માર્કેટ પર અરજી કરવી પડે છે. પછી એક સાઇટ પર લોકો પોતાની ડિજિટલ ફાઇલ અપલોડ કરી શકે છે. એનએફટી બનાવવા ફી આપવી પડે છે.

સ્ટિપ જેવા ઘણાં નવા આર્ટિસ્ટ 1 મહિનામાં જોડાઇ ગયા હતા. તે પછી બીજા આર્ટિસ્ટ સાથે જોડાવાનો અને પોતાની માગ વધારવાનો સિલસિલો શરૂ થઇ જાય છે. નોર્થ કેરોલિનાની 14 વર્ષની એરિન બીસલી તથા અન્ય ટીનેજ આર્ટિસ્ટ્સને પોતાનું ભાવિ ઉજ્જવળ લાગે છે. સુપરરેર પ્લેટફોર્મ પર તેમની નવી કૃતિ 36 લાખ રૂ.માં વેચાઇ છે. બીસલી 2017માં એનએફટી બનાવતા શીખી. તે એનએફટી તથા વાસ્તવિક કલાકૃતિઓમાં પૈસા લગાવે છે.

અન્ય સમાચારો પણ છે...