ફેસ્ટિવલ ઇફેક્ટ:રિટેલ સ્ટોર્સનાં વેચાણો સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દોઢ ગણાં વધ્યા

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ બીજી લહેર બાદ કન્ઝ્યુમર માગમાં ઝડપી સુધારો, ઓક્ટો.-નવેમ્બર પોઝિટિવ રહેશે

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર બાદ ગ્રાહકોની માંગ રિકવર થઈ રહી છે. રિટેલ સ્ટોર્સના વેચાણો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 46% વધ્યાં છે. જે માર્ચ 2020 પછી, પુરવઠામાં અડચણો અને ઉત્પાદન શૂન્ય હોવાથી ગયા વર્ષના સમાનગાળામાં રિટેલ સ્ટોરનું વેચાણ માત્ર 6% વધ્યું હતું. આ માહિતી દેશના 75 લાખ રિટેલ સ્ટોર્સને સેલ્સ ઓટોમેશન સુવિધા પૂરી પાડતી કંપની બિજોમના તાજેતરના રિપોર્ટમાં જાહેર થઈ છે.

અહેવાલ મુજબ, કોરોના મહામારીની બીજી લહેર બાદ દેશમાં કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની માગ મજબૂત બની હતી. પેકેજ્ડ ફૂડ, કોમોડિટીઝ, બિનજરૂરી વસ્તુઓની કેટેગરીમાં પણ વેચાણોમાં મંદ ગ્રોથ જોવા મળ્યો છે.

દેશની સૌથી મોટી ખાદ્ય કંપની પાર્લે પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરી હેડ કૃષ્ણરાવ બુદ્ધે જણાવ્યું હતુ કે, બીજી લહેરને અંકુશમાં લેવા માટે આશિંક લોકડાઉન લાદવામાં આવ્યું હતુ, જે ગતવર્ષના દેશવ્યાપી લોકડાઉન કરતાં સરળ હોવાથી માર્કેટમાં સપ્લાય અને ડિસ્ટ્રિબ્યુશનમાં સ્થિરતા જળવાઈ રહી હતી.

સર્વિસ સેક્ટરનો PMI 55.2, રોજગારી દર દસ માસમાં પ્રથમ વખત વધ્યો
આર્થિક સ્થિતિ સામાન્ય થયા બાદ વધતી માગના પગલે દેશની સર્વિસ સેક્ટરની ગતિવિધિઓ સપ્ટેમ્બરમાં સુધરી છે. જો કે, ઓગસ્ટનો અઢાર માસની ટોચનો મોમેન્ટમ ગુમાવ્યો છે. ઈન્ડિયા સર્વિસિઝ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ સપ્ટેમ્બરમાં 55.2 નોંધાયો છે. જે ઓગસ્ટમાં 56.7 હતો. જો કે, લોંગ ટર્મ એવરેજ ગ્રોથ મજબૂત જોવા મળ્યો છે. સર્વિસ સેક્ટરની વિસ્તરણ પ્રક્રિયા ફેબ્રુઆરી, 2020 બાદથી બીજા નંબરની સૌથી ઝડપી જોવા મળી હતી. સપ્ટેમ્બરમાં ગ્રાહકોની માગ તેમજ ભરતી પ્રક્રિયામાં વધારાના પગલે આ વૃદ્ધિ જોવા મળી છે. માંગમાં સુધારાના સંકેતોથી સર્વિસ પ્રોવાઈડર્સે સપ્ટેમ્બર દરમિયાન વધારાના સ્ટાફનો સહારો લીધો હતો. જેની સાથે છેલ્લા નવ માસથી નોકરીમાં ઘટાડાનો અંત આવ્યો હતો. પરંતુ એકંદરે ભરતી ગ્રોથ નજીવો જોવા મળ્યો હતો. તદુપરાંત સતત બીજા મહિને સર્વિસ સેક્ટરે ઉત્પાદનમાં વધારો કર્યો હતો. કોવિડ-19ની ત્રીજી લહેર ન આવવાના સંકેતો તેમજ ગ્રાહકોની માગ વધતાં આગામી સમયમાં સર્વિસ પીએમઆઈમાં વધારો થવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે.

કાચા માલની કિંમતોમાં વધારો એકમાત્ર પડકાર
અમૂલ ચોકલેટ અને આઈસ્ક્રીમ ઉત્પાદક જીસીએમએમએફના એમડી આરએસ સોઢીએ જણાવ્યું હતું કે, “ઓગસ્ટ મહિનાથી કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો વપરાશ ઝડપથી વધ્યો છે, રેસ્ટોરાં, હોટલ, રેસ્ટોરાં, મુસાફરી અને સામાજિક કાર્યક્રમોના ઉદ્ધાટનમાં વધારો થયો છે. હોટલ, રેસ્ટોરન્ટ્સ અને કેટરર્સે મજબૂત રિકવરી કરી છે. આના કારણે માત્ર ત્રિમાસિક ધોરણે જ નહીં પરંતુ વાર્ષિક ધોરણે વેચાણમાં સારી વૃદ્ધિ થઈ છે. જો કે, તેનો એકમાત્ર પડકાર કાચા માલના ભાવમાં વધારો છે.

સર્વિસ સેક્ટરમાં બિઝનેસ કોન્ફિડન્સ નબળો
સર્વિસ સેક્ટરમાં ટકાઉ રિકવરી નોંધાઈ હોવા છતાં બિઝનેસ કોન્ફિડન્સ નબળો રહ્યો છે. ફુગાવામાં અપેક્ષિત વૃદ્ધિ સેક્ટરના ગ્રોથ માટે અડચણરૂપ બની શકે છે. સપ્ટેમ્બરમાં ઇનપુટ કોસ્ટમાં વધારો ઘટ્યો હોવા છતાં સર્વિસ પ્રોવાઇડર્સમાં કોન્ફિડન્સ નોંધપાત્ર રીતે ઘટ્યો છે.​​​​​​​


અન્ય સમાચારો પણ છે...