• Gujarati News
  • Business
  • Sales Of Kent Products Will Soon Start To Establish A Global Brand Image: Mahesh Gupta

ભાસ્કર ઇન્ટરવ્યુ:વૈશ્વિક સ્તરે બ્રાન્ડ ઇમેજ પ્રસ્થાપિત કરવા ઝડપથી શરૂ કરશે કેન્ટ પ્રોડક્ટ્સના વેચાણો: મહેશ ગુપ્તા

મુંબઇ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્નોલોજીની દુનિયામાં સતત પરિવર્તન આવી રહ્યાં છે તેને ધ્યાનમાં રાખી

દેશમાં વોટર પ્યોરિફાયર સેગમેન્ટની ટોચની કંપની કેન્ટ ટૂંકસમયમાં જ વિદેશોમાં પણ પોતાના પ્રોડક્ટ્સના વેચાણો શરૂ કરશે. કેન્ટ આરઓના ફાઉન્ડર, ચેરમેન અને એમડી મહેશ ગુપ્તા સાથે દૈનિક ભાસ્કરના રાહુલે વાતચીત કરતાં આ અંગે માહિતી આપી હતી. રજૂ છે વાતચીતના મુખ્ય અંશ…

તમે ઉત્પાદન દરમિયાન કઈ બાબતોને ધ્યાનમાં રાખો છો?
અમારૂ ફોકસ સમાજના હિતમાં પ્રોડક્ટ્સ બનાવવાનું છે. કેન્ટ આરઓનો હેતુ લોકોને શુદ્ધ પાણી આપવાનો છે. જેથી સ્વસ્થ રહો. બિઝનેસમેનની સાથે એક એન્જિનિયર હોવાથી મારૂ માનવુ છે કે, જો અમારી પ્રોડક્ટ કોઈના જીવનમાં વેલ્યૂ એડિશન ન કરી શકે તો તેનો કોઈ અર્થ નથી.

ટેક્નોલોજીની દુનિયામાં સતત પરિવર્તન આવી રહ્યાં છે, તમે શું નવુ લાવ્યાં છો?
અમને પર્યાવરણમાં મળતાં સંક્રમણોથી બચાવ માટે પ્યોરિફાયરમાં ઈવી લાઈટ લગાવી છે. શાકભાજીને સુરક્ષિત રાખવા તેમજ હાથોને ચેપમુક્ત રાખવાનું કામ પણ કર્યું છે. મહામારી દરમિયાન અમે થમ્બ ઈમ્પ્રેશન મશીનોનું સ્થાન લેતી ફેસ ડિટેક્શન મશીન બનાવી છે. તદુપરાંત આમંત્રણ વિના રિયલ ટાઈમમાં વીડિયોથી વાત કરવા માટે સિસ્ટમ બનાવી છે.

જેનો ઉપયોગ અમે અમારી વેબસાઈટ પર ગ્રાહકોની સમસ્યા દૂર કરવા અને ઉત્પાદનોની જાણકારી આપવા માટે કરીએ છીએ. અમે કુકિંગમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવાનું સોલ્યુશન લઈ આવ્યાં છીએ. અમે શ્રેષ્ઠ ગુણવત્તાના ગ્રાઈન્ડર બનાવી રહ્યાં છીએ. જેમાં દાળ ધોઈને પીસાઈ પણ શકશે. જેનાથી દાળ ધોવાથી માંડી તેનું ખીરૂ ઝડપથી બનશે.

તમારી ગ્લોબલ સ્ટ્રેટર્જી શું છે?
અમારી પ્રોડક્ટ્સની ગુણવત્તા વૈશ્વિક સ્તરની છે. અમે ટૂંકસમયમાં અન્ય દેશોમાં પણ વેચાણો શરૂ કરવા જઈ રહ્યાં છીએ.

તહેવારોની સિઝનમાં પ્રોડક્ટ્સ પર અનેક ઓફર્સ આપવામાં આવે છે, આ વખતે આપ શું ઓફર આપી રહ્યાં છો?
અમે ઓફરમાં નહીં ગ્રાહકોને ગુણવત્તાપૂર્ણ પ્રોડક્ટ્સ આપવામાં વિશ્વાસ રાખીએ છીએ. તહેવારો પર અથવા ઈ-કોમર્સ સાઈટ્સ પર કોઈ પ્રોડક્ટ્સ સસ્તી વેચવા અને તેના બદલે મોંઘી વેચવી અમારી પોલિસી નથી. અમે ફિક્સ પ્રાઈસ પર પ્રોડક્ટ્સ વેચવામાં માનીએ છીએ. પ્રોડક્ટ્સના ભાવમાં કોઈ ભેદભાવ રાખતાં નથી.

વોટર પ્યોરીફાયર ઉપરાંત અન્ય કયાં સેગમેન્ટમાં પ્રવેશશો?
અમે કુકિંગમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવાનું સોલ્યુશન લઈ આવ્યાં છીએ. અમે શ્રેષ્ઠ ગુણવત્તાના ગ્રાઈન્ડર બનાવી રહ્યાં છીએ. જેમાં દાળ ધોઈને પીસાઈ પણ શકશે. જેનાથી દાળ ધોવાથી માંડી તેનું ખીરૂ ઝડપથી બનશે.

અન્ય સમાચારો પણ છે...