તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેચાણમાં બેટરી ડાઉન:ઈલેક્ટ્રિક વાહનોનાં વેચાણો ગત વર્ષે 20% ઘટ્યાંઃ એસએમઈવી

નવી દિલ્હી22 દિવસ પહેલા
 • કૉપી લિંક

દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણો ગત નાણાકીય વર્ષમાં 20 ટકા ઘટી 2,36,802 યુનિટ નોંધાયા છે. સોસાયટી ઓફ મેન્યુફેક્ચરર્સ ઓફ ઈલેક્ટ્રિક વ્હિકલ (એસએમઈવી) દ્રારા જારી આંકડાઓ અનુસાર, અગાઉ 2019-20માં કુલ 2,95,683 ઈલેક્ટ્રિક વાહનો વેચાયા હતાં. જ્યારે ગત 2020-21માં ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સના વેચાણો 6 ટકા ઘટી 1,43,837 યુનિટ (1,52,000 યુનિટ) નોંધાયા હતાં.

જેમાં હાઈ સ્પીડના 40,836 અને લો સ્પીડ ઈલેક્ટ્રિક ટુ વ્હિલર 1,03,000 યુનિટના વેચાણો સામેલ છે. બીજી બાજી ઈલેક્ટ્રિક થ્રી વ્હિલરના વેચાણો પણ 1,40,683 યુનિટ સામે ઘટી 88,378 યુનિટ રહ્યા હતાં. ઈલેક્ટ્રિક ફોર વ્હિલર સેગમેન્ટમાં 53 ટકા ગ્રોથ જોવા મળ્યો છે. અગાઉના વર્ષની 3000 ઈલેક્ટ્રિક ફોર વ્હિલરની તુલનાએ 2020-21માં 4588 ફોર વ્હિલર્સ વેચાયા છે. વેચાણોના પ્રદર્શન અંગે નિવેદન આપતાં એસએમઈવીના ડિરેક્ટર-જનરલ સોહિન્દર ગીલે જણાવ્યુ હતું કે, 2020-21ની શરૂઆત પહેલાં ઈલેક્ટ્રિક વાહનોમાં સારો એવો ગ્રોથ જોવા મળ્યો હતો. પરંતુ વિભિન્ન કારણોસર વેચાણોમાં ઘટાડો થયો હતો.

ઈ-વ્હિકલ માટે સરકારની દખલગીરી આવશ્યક
ફેમ-2 સ્કીમ અંતર્ગત લક્ષ્યાંકો હાંસિલ કરવા માટે વધુ ફોકસ કરવાની જરૂર છે. સરકારે 2021-22માં અંદાજિત લક્ષ્યાંક હાંસિલ કરવા પોલિસીમાં સમયસર ફેરફાર કરવાની જરૂર છે. એસબીઆઈ, એક્સિસ જેવી બેન્કો તરફથી ઈલેક્ટ્રિક વાહનોના ફાઈનાન્સિંગ માટે નબળો પ્રતિસાદ મળ્યો છે. જેમાં સુધારો કરવો જોઈએ.

એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી કંપની ડિલિવરી માટે ઈ-વાહનોનો ઉપયોગ કરવાની જાહેરાત સાથે આગામી 2-3 વર્ષમાં બી2બી સેક્ટરમાં ઈવીનુ ભાવિ ઉજ્જવળ છે. આ ઉપરાંત હજી ઘણા રાજ્યમાં ઈ-વાહનોની પોલિસીનો સંપૂર્ણપણે અમલ થઈ રહ્યો નથી. જેના અમલીકરણ દ્રારા દેશમાં વિશાળ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો