ઝડપી વૃદ્ધિ:ગુજરાતમાં કોમર્શિયલ સીએનજી વાહનોના વેચાણમાં વૃદ્ધિ નોંધાઇ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ તથા ઔદ્યોગિક સેક્ટર શ્રેષ્ઠ દેખાવના કારણે કોર્મશિયલ વાહનોના વેચાણને વેગ મળી રહ્યો છે. કોરોના મહામારીના બે વર્ષ સુધી તમામ સેક્ટરને મોટા પાયે અસર પડી હતી પરંતુ ત્યાર બાદ અર્થતંત્ર ઝડપભેર બેઠુ થવાના કારણે કોર્મશિયલ વાહનોના વેચાણમાં ઝડપી વૃદ્ધિ નોંધાઇ છે.

તાતા મોટર્સ કોર્મશિયલ વાહનોના વેચાણમાં માર્કેટ લિડર છે તેના દ્વારા પાવર ઓફ 6 એક્સ્પોમાં અદ્યતન ટેકનોલોજી, કોમર્શિયલ વ્હિકલ્સની શ્રેણી અને મૂલ્ય વર્ધિત સેવા રજૂ કરતો એક્સપો યોજાઇ ગયો છે. ગુજરાતમાં સરેરાશ દર મહિને 4-5 હજાર કોર્મશિયલ વાહનોનું વેચાણ થઇ રહ્યું છે. ટાટા મોટર્સ CV રેન્જ, ડીઝલ અને CNG પાવર ટ્રેન્સમાં ઉપલબ્ધ છે, તે તેની બિલ્ડ, કાર્યક્ષમતા અને એપ્લિકેશનની વિવિધતા માટે જાણીતી છે.

સરકારના આત્મનિર્ભર મિશનમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખેતી ઉપરાંત વધારાની આવક મેળવવા માટે કોર્મશિયલ વાહનો દ્વારા માલ પરિવહન કરી શકે તે હેતુથી તેઓને સબસિડી આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા 50000-75000ની સબસિડી આપવામાં આવતી હોવાના કારણે વેચાણને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

તાતા મોટર્સ દ્વારા યોજાયેલા એક્સપોનો હેતુ મોબિલીટી સોલ્યુશન્સ વિશે તેના ગ્રાહકોમાં જાગૃત્તિ લાવવાનો છે. જેમાં MHICV અને વાર્ષિક નિભાવ કોન્ટ્રેક્ટ, ફ્લીટ મેનેજમેન્ટ સોલ્યુશન્સ, અપટાઇમ ગેરંટી, ફ્યુઅલ એફિશિયન્સી મેનેજમેન્ટ કાર્યક્રમ સહિત ગ્રાહક કેન્દ્રિત મૂલ્ય વર્ધિત સેવા પસંદગીના મોડેલ્સનું નિદર્શન માર્કેટ લોડ, કૃષિ, સિમેન્ટ, લોખંડ અને સ્ટીલ, કન્ટેનર, વાહનવાહક, FMCG, વ્હાઇટ ગુડ્ઝ માલ, નાશવંત, બાંધકામ, ખાણકામ, મ્યુનિસિપલ ઉપયોગમાં યોગદાન આપી રહ્યા છે.

ગ્રૂપ લેન્ડમાર્કે સૌથી વધુ ડિલિવરીનો રેકોર્ડ સર્જ્યો
પ્રીમિયમ સેગમેન્ટમાં જર્મન કાર્સનું આકર્ષણ અકબંધ રહ્યું છે. પ્રીમિયમ સેગમેન્ટમાં ગુજરાતને સૌથી વધુ પ્રાધાન્ય કંપનીઓ આપી રહી છે જેના અનુસંધાને સૌથી લાંબા દિવસે સૌથી લાંબી કાર ફોક્સવેગન વર્ટસની ડીલીવરી રજૂ કરી ગ્રુપ લેન્ડમાર્કે રેકોર્ડ સર્જ્યો છે. મેડ ઈન ઈન્ડિયા ફોક્સવેગન સેડાનની આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરવામાં આવી હતી અને ગયા મહિને તેનું પ્રિ-બુકીંગ શરૂ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...