ગેસના ભાવ વધારાની અસર સીએનજી વાહનોના વેચાણ પર પણ જોવા મળી રહી છે. માર્ચમાં 35069ની સર્વોચ્ચ ઊંચી સપાટીએ પહોંચ્યા પછી સીએનજી અને પેટ્રોલથી ચાલતી કારનું વેચાણ મે મહિનામાં 11.58 ટકા ઘટીને 31008 થયું હતું. સીએનજીના ભાવમાં આ વધારા પાછળનું મુખ્ય કારણ નિષ્ણાતો જણાવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન પેટ્રોલથી ચાલતા વાહનોનું વેચાણ 12.88 લાખથી વધીને 13.56 લાખ થયું છે.
વાર્ષિક ધોરણે સીએનજીના ભાવમાં 74 ટકાથી વધુનો વધારો થયો છે. ઘણા શહેરોમાં તેની કિંમત 85 રૂપિયાથી વધુ છે. ગત વર્ષે દિલ્હીમાં CNGની કિંમત 43.40 રૂપિયા પ્રતિ કિલો હતી જે હવે 75.61 રૂપિયા છે. માર્ચથી સીએનજી 18-20 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે માત્ર 1.31 રૂપિયા અને 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો હતો.
ઈન્ડિયન ઓટો LPGના ડાયરેક્ટર જનરલ સુયશ ગુપ્તાના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં CNGની કિંમતમાં લગભગ 18-20 રૂપિયાનો વધારો થયો છે. CNG ગેસ અને CNG કિટની કિંમત સાથે વૈકલ્પિક ઈંધણ તરીકે CNG મોંઘું થઈ ગયું છે. ઓટો ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના મતે પેટ્રોલ કારની સરખામણીમાં CNG કાર પહેલાથી જ રૂ. 1 લાખથી 2 લાખ જેટલી મોંઘી છે. તેમજ સીએનજી સિલિન્ડરના કારણે બુટ સ્પેસ પણ ઘટી જાય છે.
હવે સીએનજીના ભાવમાં વધારો થયા બાદ ગ્રાહકોને એવુ લાગી રહ્યુ છે કે જ્યારે સીએનજી અને ડીઝલની સરખામણીમાં બહુ ફરક નથી તો એકસાથે વધુ ભાવ શા માટે ચૂકવવા? મારુતિ સુઝુકી દેશમાં CNG કારનું સૌથી વધુ વેચાણ કરતી કંપની છે. આ સિવાય હ્યુન્ડાઈ અને ટાટા પણ CNG વાહનોનું વેચાણ કરે છે.
સરકાર સીએનજીના ભાવને નિયંત્રિત કરે
વાહનોની ઊંચી કિંમત હોવા છતાં,કેટલાક સમયથી સીએનજી વાહનોની લોકપ્રિયતા વધી, વેચાણ પર અસર પડી રહી છે. સરકારે સીએનજીના ભાવને નિયંત્રિત કરવા જોઈએ. > સંજીવ ગર્ગ, ઓટોમોબાઇલ નિષ્ણાત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.