તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Sales Of AC And Fridge Companies Declined For The Second Year In A Row Due To A Local Lockdown

ભાસ્કર ખાસ:સ્થાનિક લૉકડાઉનથી સતત બીજા વર્ષે એસી અને ફ્રીજ કંપનીઓનાં વેચાણોમાં ઘટાડો રહ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે દોઢગણાથી બમણાં વેચાણો થવાનો આશાવાદ હતો
  • હવે જુલાઈ-સપ્ટે.ની સિઝનમાં કંપનીઓને આશા

દેશમાં એસી, ફ્રિજ, કુલર જેવા કુલિંગ કેટેગરીનુ માર્કેટ સતત બીજા વર્ષે ઠંડુ રહેવાની આશંકા છે. ગતવર્ષની પેન્ટ-અપ ડિમાન્ડના પગલે આ વર્ષે દોઢગણાથી બમણા સુધી વેચાણો થવાનો આશાવાદ હતો. પરંતુ ગરમીની સિઝન શરૂ થવાની સાથે દેશના મોટાભાગના હિસ્સામાં લોકડાઉન લાદવામાં આવ્યુ હતું. જેના પગલે વેચાણો સામાન્ય કરતાં પણ અડધા થયા છે.

આ વર્ષની શરૂઆતમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે, એપ્રિલ બાદ એસી-ફ્રિજના ભાવોમાં 10થી 15 ટકા વૃદ્ધિ નોંધાશે. જેને જોતાં રિટેલર્સ અને શોરૂમના સંચાલકોએ ફેબ્રુઆરી-માર્ચમાં જ મોટાપાયે સ્ટોક જમા કર્યો હતો. ભોપાલના એક મોટા ઈલેક્ટ્રોનિક્સ શોરૂમના માલિક અનુસાર, એપ્રિલ અને મેમાં ફ્રિજ અને એસીના સૌથી વધુ વેચાણો થાય છે. પરંતુ ગતવર્ષે શો રૂમ બંધ રહ્યા હતા. અને આ વર્ષે વેચાણો વધવાના આશાવાદ પર કોરોનાની બીજી લહેરે પાણી ફેરવી દીધુ છે.

કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સિસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રેસિડન્ટ અને ગોદરેજ એપ્લાયન્સિસના એવીપી કમલ નંદીએ જણાવ્યુ હતુ કે, કોવિડની બીજી લહેર પહેલાં કરતાં પણ વધુ પીડાદાયક છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉનથી 80 ટકાથી વધુ દુકાનો બંધ છે. જેના લીધે ગરમીની સિઝન હોવા છતાં કુલિંગ કેટેગરીમાં માગ ઘટી છે.

ગતવર્ષે માર્કેટ બંધ રહ્યા હતાં. પરંતુ 2019ની તુલનાએ વેચાણો 45થી 50 ટકા ઘટ્યા છે. કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઘટ્યો છે. ઓનલાઈન વેચાણો પણ ઘટ્યા છે. કારણકે, અનેક સ્થળો પર કરિયાણા જેવા જરૂરી સામાન જ ઓનલાઈન વેચવાની મંજૂરી છે.

ઈન્ડસ્ટ્રીના કરોડો રૂપિયા ફસાયા
એક મોટી કંપનીના અધિકારીએ જણાવ્યુ હતુ કે, વધુ વેચાણના આશાવાદથી ઉત્પાદનમાં વધાર્યો કર્યો હતો. કોપર જેવા રોમટિરિયલ્સના ભાવ વધતાં ઉત્પાદન ખર્ચ વધ્યા છે. પરંતુ માલ ન વેચાતા ઈન્ડસ્ટ્રીના કરોડો રૂપિયા અટવાયા છે.

જૂન બાદ માગ વધશે
મેના અંત સુધી જો લોકડાઉન ખુલ્યુ તો ત્યાંસુધી વેચાણોમાં તેજી આવી શકે છે. કન્ઝ્યુમર કોન્ફિડન્સ વધ્યા બાદ જૂન, જુલાઈ, અને ઓગસ્ટમાં પેન્ટ અપ ડિમાન્ડ વધવાનો આશાવાદ છે.> કમલ નંદી, પ્રેસિડન્ટ, સીઈએએમએ

અન્ય સમાચારો પણ છે...