સેલ્સ મોમેન્ટમ:2023માં પણ હાઉસિંગ સેક્ટરમાં વેચાણમાં વૃદ્ધિ જળવાઇ રહેશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2022માં ફ્લેટ્સનું વેચાણ 68% વધીને 2,15,666 યુનિટ્સ નોંધાયું

વર્ષ 2023 દરમિયાન ફુગાવામાં કેટલાક અંશે સુધારો તેમજ બિલ્ડર્સ તરફથી કિંમતને લઇને સારી ઓફર્સને પગલે આ વર્ષે પણ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના વેચાણમાં વૃદ્ધિ જળવાયેલી રહેશે. JLL ઇન્ડિયા અનુસાર વર્ષ 2022 દરમિયાન ફ્લેટ્સનું વેચાણ 68% વધીને 2,15,666 યુનિટ્સ નોંધાયું છે જે ગત વર્ષ 2021 દરમિયાન 1,28,064 યુનિટ્સ રહ્યું હતું. દેશના સાત પ્રમુખ શહેરો મુંબઇ, દિલ્હી-NCR, બેંગ્લુરુ, હૈદરાબાદ, ચેન્નાઇ અને કોલકાતા તેમજ પુણેમાં 2,15,666 યુનિટ્સનું વેચાણ નોંધાયું હતું.

વર્ષ 2022 દરમિયાન નોંધાયેલું વાર્ષિક 2,15,666 યુનિટ્સનું વેચાણ દાયકામાં સૌથી વધુ હતું. જે વર્ષ 2010ના 2,16,762 યુનિટ્સ બાદ સર્વાધિક હતું. આ ડેટામાં માત્ર એપાર્ટમેન્ટ્સનો સમાવેશ થાય છે. જ્યારે તેમાં રોહાઉસ, વિલા અને પ્લોટ્સની માહિતીને સામેલ કરવામાં આવી નથી. વર્ષ 2023માં ફુગાવામાં આંશિક હળવાશને કારણે રેપો રેટમાં ફરીથી ઘટાડો થવાના અણસારને પગલે સેલ્સ મોમેન્ટમ જળવાયેલું રહેશે તેવી અપેક્ષા છે.

તદુપરાંત, લોન માટેની લાંબી અવધિ, પ્રોપર્ટીની આકર્ષક કિંમતોને કારણે પણ વધુ ખરીદદારો ફ્લેટ્સની ખરીદી તરફ વળશે. વર્ષ 2022માં લોનના દરોમાં વધારો તેમજ વૈશ્વિક પડકારો છતાં પણ એપાર્ટમેન્ટ્સનું વેચાણ સતત વધ્યું હતું. સિગ્નેચર ગ્લોબલના ચેરમેન પ્રદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે કોવિડ બાદ હાઉસિંગની માંગનું સમગ્ર ચિત્ર બદલાયું છે.

વૃદ્ધિ માટે સરકારનો સહયોગ જરૂરી
અનેક પરિવારો હવે પોતાના ઘરનું મહત્વ સમજે છે અને તેને કારણે પણ હાઉસિંગ સેક્ટરમાં મજબૂત માંગ જોવા મળી રહી છે. જો કે વર્ષ 2023 દરમિયાન પણ માંગ યથાવત્ રહે તે માટે સરકાર પણ આગામી બજેટમાં આ સેક્ટરને પૂરો સહયોગ પૂરો પાડે તે જરૂરી છે. હોમ લોનના વ્યાજદરોમાં વધારા છતાં પણ તેનાથી હાઉસિંગ સેક્ટરમાં માંગ પર કોઇ પણ પ્રકારની પ્રતિકૂળ અસર જોવા મળી નથી. વ્યાજદરો હજુ પણ 10 ટકાથી નીચેના કમ્ફર્ટ ઝોનમાં હોવાથી હજુ પણ તેમાં માંગ વધે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...