• Gujarati News
  • Business
  • Sale On Flipkart Amazon From 23rd, Must Know BNPL Condition, Else You May Get Trapped

આ કોઈ ટ્રેપ તો નથી ને?:23 તારીખથી ફ્લિપકાર્ટ-એમેઝોન પર સેલ, BNPLની શરત જાણવી જરૂરી, નહિંતર તમે ફસાઈ શકો છો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડે(23-30 સ્પ્ટેમ્બર) અને એમેઝોનનો ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ(23 સ્પ્ટેમ્બરથી) શરૂ થઈ રહ્યો છે. મોબાઈલ ફોન, કપડા અને અન્ય ઈલેક્ટ્રોનિક સામાન પર ભારે ડિસ્કાઉન્ટ મળશે. ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર અલગથી ડિસ્કાઉન્ટ મળશે. EMI સુવિધાને કારણે ખરીદી હવે વધુ સરળ બની છે.

ઘણા બધા ખરીદદાર બાય નાઉ પે લેટર(BNPL) સુવિધાનો ઉપયોગ કરે છે. બાય નાઉ પે લેટર(BNPL) સુવિધા ઘણા બધા ગ્રાહકોને આકર્શવા સફળ રહી છે. પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડની તુલનામાં BNPL સ્કીમ વધારે એક્ટિવ નજર આવે છે. એવું એટલે છે કારણ કે તેમાં 0% વ્યાજનો દાવો કરવામાં આવે છે. EMI પેમેન્ટની સુવિધા પણ મળે છે.

BNPL કંપની વ્યાજ વગર ચૂકવણી કરવા થોડા દિવસનો સમય આપે છે. પરંતુ તેની શરત જાણ્યા વગર તેનો ફાયદો ઉઠાવવો ભારે પડી શકે છે. અહિંયા અમે તમને BNPLનો લાભ લેતા પહેલા કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને પૈસાની ચૂકવણી ન કરતા તમારે કઈ પરેશાનીનો સામનો કરવો પડશે તેના વિશે જણાવીશું.

બાય નાઉ પે લેટર સુવિધા શું છે?
BNPL ગ્રાહકોને EMIમાં ચૂકવણી કરવાની સુવિધા આપે છે. જેમાં 0% વ્યાજનો દાવો કરવામાં આવે છે. તમારે એક નક્કી સમય મર્યાદામાં ચૂકવણી કરવાની રહે છે. FLIPKART, AMAZON, PAYTM આ પ્રકારની સુવિધા આપે છે.

BNPL કેવી રીતે કામ કરે છે?
એક ગ્રાહક ખરીદી કરતી વખતે પૈસા ન હોવાને કારણે ખરીદી મુલતવી રાખી શકે છે. પરંતુ BNPLની મદદથી ગ્રાહકોને તરત ચૂકવણી કર્યા વગર પ્રોડક્ટ ખરીદી કરવાની સુવિધા પૂરી પાડે છે. BNPL કંપની નાની ટ્રાન્ઝેક્શન ફી વસૂલ્યા પછી ગ્રાહક વતી વેપારીને ચૂકવણી કરે છે. આ પછી ગ્રાહકે BNPL કંપનીને ચૂકવણી કરવી પડશે.

BNPL ટ્રેપ તો નથી?
BNPLની સુવિધાને કારણે ખરીદદાર પોતાની સામાન્ય ખરીદી કરવાની ક્ષમતા કરતા વધુ ખર્ચ કરે છે. જેના કારણે ઘણા લોકો ચૂકવણી કરી શકતા નથી અને ટ્રેપમાં ફસાઈ જાય છે. BNPL ગ્રાહક સમયસર ચૂકવણી ન કરે તો BNPL કંપની તેનો રિપોર્ટ ક્રેડિટ સ્કોર એજન્સીને આપે છે. જેને કારણે ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે. ત્યાર બાદ લોન મળવી મુશ્કેલ બની શકે છે.

વધારે જરૂર હોય ત્યારે જ સુવિધાનો લાભ લો
પર્સનલ ફાઇનાન્સ નિષ્ણાત અને ઓપ્ટિમા મની મેનેજર્સના સ્થાપક અને સીઇઓ પંકજ મથપાલ કહે છે, આવી ઓફરને કારણે ઘણી વાર લોકો ફાલતુ ખર્ચ કરતા હોય છે. લોકો પોતાની સક્ષમતા કરતા વધારે ખરીદી કરે છે. પછી તેની ચૂકવણી કરવી તેમને ભારે પડે છે. આથી જરૂર ન જણાય ત્યાં સુધી ઉધાર ખરીદી કરતા બચવું જોઈએ.

ભારતમાં BNPL માર્કેટ કેટલું મોટું છે?
એક અહેવાલ અનુસાર, ભારતીય ઈ-કોમર્સ ઈન્ડસ્ટ્રી 2024 સુધી 99 અબજ ડોલર સુધી પહોંચવાની આશા છે. BNPL 3%થી વધીને 2024 સુધીમાં 9% થશે. જો ઓનલાઈન ખરીદી કે ઈ-કોમર્સ ઈન્ડસ્ટ્રી વધશે તો BNPL પણ વધશે.

અન્ય સમાચારો પણ છે...