તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Salary Rises With Growth In IT sales Employment Demand For Super Specialized Jobs Rises Sharply

જોબની માગ:IT-સેલ્સની રોજગારીમાં વૃદ્ધિ સાથે પગાર વધ્યો સુપર સ્પેશિયલાઈઝ્ડ જોબની માગ ઝડપી વધી

મુંબઇ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીમાં પણ સેલેરી ગ્રોથ બેન્કિંગ-ફાઇનાન્સમાં 11 ટકાથી વધુ રહ્યો
  • 17માંથી 5 સેક્ટર્સમાં સૌથી વધુ રોજગારનું સર્જન, ઈ-કોમર્સ-ટેક સ્ટાર્ટઅપ્સમાં 9 ટકા ગ્રોથ

દેશમાં સેલ્સ અને આઈટી સંબંધિત નોકરીઓની માગ ગત નાણાકીય વર્ષમાં વધી છે. પગાર વધારા મામલે પણ આ સેક્ટર અગ્રેસર રહ્યુ છે. એમ્પ્લોયમેન્ટ અને હાયરિંગ સેગમેન્ટમાં કામ કરતી કંપની ટીમલીઝ દ્રારા જારી જોબ્સ એન્ડ સેલેરી પ્રાઈમર રિપોર્ટ: 2021ના રિપોર્ટમાં આ અંગે જણાવ્યુ હતુ કે, કોરોના દરમિયાન બિઝનેસમાં આઈટીનુ મહત્વ વધ્યુ છે. તેમજ લોકડાઉન બાદ સેલ્સ સંબંધિત નોકરીઓ માટે ભરતી પ્રક્રિયા પણ વધી છે.

આ રિપોર્ટ અમદાવાદ, બેંગ્લુરૂ, ચેન્નઈ, ચંદીગઢ, હૈદરાબાદ, દિલ્હી, કોલકાતા, મુંબઈ અને પુણેમાં 17 સેક્ટર્સના 2,63,000 પ્રોફાઈલ્સના ઉંડાણપૂર્વક અભ્યાસ બાદ તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, વેચાણમાં સૌથી વધુ માગ બ્રાન્ડ સેન્ટર એક્ઝિક્યુટીવ, મર્ચન્ટ રિલેશનશીપ એક્ઝિક્યુટીવ, સીઆરએમ એન્ડ સેલ્સ એડમિનિસ્ટ્રેટર અને ઈન્ફ્લુએન્સર માર્કેટરની રહી છે. આઈટીમાં એસક્યુએલ એનાલિસ્ટ, યુઆઈ ડિઝાઈનર, સોફ્ટવેર ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ, આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરની સૌથી વધુ માગ છે. સેલ્સ અને આઈટી સેક્ટરમાં ક્રમશ: 9.82 ટકા અને 8.55 ટકાનુ ઈન્ક્રિમેન્ટ મળ્યુ છે. જે સામાન્ય પગાર વધારા (7.12 ટકા) કરતાં વધુ છે.

આ નોકરીઓ કોવિડ પ્રુફ સાબિત થઈ
કોરોનાની બીજી લહેરમાં પણ આ નોકરીઓ માત્ર સલામત જ રહી નથી, પરંતુ સેલેરીમાં પણ 8-10 ટકાનો વધારો જોવા મળ્યો છે. 350 નોકરી પર હાથ ધરાયેલા સર્વેમાં 35 જોબ કોવિડ ટેસ્ટમાં શ્રેષ્ઠ રહી.

હોટ જોબ: 17માંથી 5 સેક્ટર્સમાં સૌથી વધુ રોજગારનુ સર્જન
જોબ પ્રોફાઈલ સેક્ટર : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્પેશિયાલિસ્ટ બીપીઓ, અને આઈટી આધારિત સેવાઓ

ઓગમેન્ટેડ રિયાલ્ટી એક્સપર્ટ ઈ-કોમર્સ અને ટેક સ્ટાર્ટઅપ, જેનોમિક પોર્ટફોલિયો ડિરેક્ટર હેલ્થકેર, અને તે સંબંધિત ઉદ્યોગ, માસ્ટર એજ કોમ્પ્યુટીંગ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એન્ડ નોલેજ સર્વિસિઝ તેમજ સોફ્ટવેર ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ આઈટી-નોલેજ સર્વિસમાંં 10.58% ટકા સુધીનો મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે.

બેન્કિંગ, ફાઇ., ઇન્સ્યોરન્સમાં ડબલ ડિજિટમાં ઇન્ક્રીમેન્ટ
​​​​​​​
કોરોના મહામારી વચ્ચે પણ બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, સર્વિસિઝ, હેલ્થકેર તથા તેને સંલગ્ન ઇન્ડસ્ટ્રીઝમાં ડબલ ડિજિટમાં ઇન્ક્રિમેન્ટ કંપનીઓ દ્વારા આપવામાં આવ્યું છે જ્યારે આઇટી તથા નોલેજ સર્વિસમાં પણ પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. કર્મચારીઓ થોડા આશાવાદી છે. સ્કિલ પર રોકાણ અને તેમના વેપારની પ્રગતી જાળવી રાખવામાં મદદ મળી શકે છે. વૃદ્ધિથી ઇનોવેશન અને વિકાસને વેગ મળી શકે છે તેમ ટીમલીઝના કો-ફાઉન્ડર તથા એવીપી રિતુપર્ણા ચક્રવર્તીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...