તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Rs 250 Crore Will Be Invested To Increase Production, Gujarat Has The Highest Production Of 1000 MT Against The Total Daily Production Of 7100 MT In The Country.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સિજન ઉત્પાદનમાં ગુજરાત દેશમાં ટોચ પર:ઉત્પાદન વધારવા રૂ.250 કરોડનું રોકાણ આવશે, દેશમાં કુલ 7100 મે.ટનના દૈનિક ઉત્પાદન સામે ગુજરાતમાં 1000 મે.ટનનું સૌથી વધુ ઉત્પાદન

અમદાવાદ11 દિવસ પહેલાલેખક: મંદાર દવે
 • કૉપી લિંક
ઓક્સિજનનું ઉત્પાદન કરી રિફિલિંગ કરતા કારીગરો - ફાઇલ તસવીર - Divya Bhaskar
ઓક્સિજનનું ઉત્પાદન કરી રિફિલિંગ કરતા કારીગરો - ફાઇલ તસવીર
 • ઉદ્યોગકારોની મહાનતા-વેપાર નહીં માનવતા મહત્વની
 • 90 ટકા ઓક્સિજન સાથે ચાલતા એન્જિનિયરિંગ સેક્ટરમાં 80 ટકા યુનિટો બંધ, ઓટો સેક્ટરમાં મિનિ વેકેશન

દેશભરમાં કોરોના મહામારીની બીજી લહેર વધુ ધાતક પુરવાર થઇ રહી છે. બીજા રાઉન્ડમાં ઓક્સિજનની ડિમાન્ડ સૌથી વધુ રહી છે તેને ધ્યાનમાં રાખી ઉદ્યોગકારો દ્વારા ઉદ્યોગમાં ઓક્સિજનનો વપરાશ અટકાવી હ્યુમન લાઇફ બચાવવા માટે ફાળવી રહ્યાં છે. ઉદ્યોગકારોની મહાનતા અહિં પુરવાર થઇ રહી છે કે વેપાર પછી પહેલા માનવ જીવન મહત્વનું છે. દેશમાં પ્રતિ દિવસ 7100 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઇ રહ્યું છે તેની સામે વપરાશ અત્યારે વધ્યો છે. દેશમાં કુલ ઓક્સિજનના ઉત્પાદનમાં ગુજરાત માર્કેટ લિડર છે. ગુજરાતમાં જ અંદાજે 980-1000 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઇ રહ્યું છે. જે રીતે ઓક્સિજનની માગ વધી છે તેને ધ્યાનમાં લેતા આગામી એકાદ માસમાં ગુજરાતમાં ઓક્સિજન ઉત્પાદન વૃદ્ધિ માટે અંદાજે 250 કરોડનું રોકાણ આવશે તેવું અનુમાન છે.

ગુજરાતમાં ઓક્સિજનનું સૌથી વધુ ઉત્પાદન કરતી 4-5 મોટી કંપનીઓ આવેલી છે જેમાં આઇનોક્સ, રિલાયન્સ, લિન્દેહનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આગામી ટુંકાગાળામાં દૈનિક ધોરણે પ્રતિ દિવસ 250-300 મેટ્રિક ટનના ઉત્પાદન વૃદ્ધિ માટે નવા પ્લાન્ટ તેમજ કંપનીઓ વિસ્તરણ કરે તેવું અગ્રણીઓનું કહેવું છે. ગુજરાતમાં કુલ ઉત્પાદિત ઓક્સિજનના જથ્થામાંથી તમામ પુરવઠો અત્યારે મેડિકલમાં વપરાશ થઇ રહ્યો છે. સામાન્ય સમયમાં ઓક્સિજનનો માત્ર 15-20 ટકા હિસ્સો મેડિકલમાં વપરાશ માટે અને અન્ય 80 ટકા જથ્થો ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે. ગુજરાતમાં સૌથી વધુ ઓક્સિજનનો વપરાશ એન્જિનિયરિંગ સેક્ટરમાં થાય છે. અત્યારે ઓક્સિજન ન મળવાના કારણે મોટા ભાગના યુનિટો બંધ થઇ ચૂક્યા છે.

ગુજરાત રાજ્યમાં મેડીકલ ઓક્સિજનનો વપરાશ આશરે 250 ટન જેટલો છે અને મેડીકલ ઓક્સિજનના લાયસન્સ ઉત્પાદકો કુલ 52 છે. તેમજ રાજ્યમાં ઔધોગિક ઉત્પાદન કરતા ઉત્પાદકો આશરે 50 કાર્યરત છે. મેડીકલ ઓક્સિજનની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે જાહેરનામુ બહાર પાડીને ચોક્કસ નિર્દેશો જાહેર કર્યા છે. જે અન્વયે ગુજરાત રાજ્યના ઓક્સિજનના ઉત્પાદકોએ કોરોનાની મહામારીને પહોંચી વળવા તેઓની મહત્તમ ક્ષમતા મુજબ અવિરતપણે ઓક્સિજનનુ ઉત્પાદન કરવાનુ રહેશે. તેઓના કુલ ઉત્પાદનના 50% ઓક્સિજન ફરજિયાતપણે મેડીકલ ઓક્સિજનના ઉત્પાદન માટે ફાળવવાનો રહેશે. પરંતુ અત્યારે 85-90 ટકા પુરવઠો મેડીકલ માટે ફાળવવામાં આવી રહ્યો છે.

હાઇલાઇટ્સ

 • 250 કરોડથી વધુનું રોકાણ 300 મેટ્રિક ટન પ્રતિ દિવસ ઉત્પાદન વધારવા થશે
 • 980 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન પ્રતિ દિવસ ગુજરાતમાં
 • 2000કરોડથી વધુનું રોકાણ દેશમાં પ્રતિ દિવસ 200 મેટ્રિક ટન ઉત્પાદન વધારવા થશે
 • 80%થી વધુ ઓક્સિજનના કુલ ઉત્પાદનમાંથી ઔદ્યોગિક વપરાશ, એન્જિનિયરિંગમાં સૌથી વધુ
 • 1 લાખથી વધુ ઓક્સિજનથી ચાલતા એન્જિનિયરિંગ એકમોના 80 ટકા યુનિટો બંધ
 • 7100 મેટ્રિક ટનથી વધુ દૈનિક ઓક્સિજનનું ઉત્પાદન દેશમાં

ઓક્સિજન ઉત્પાદક રાજ્યો

રાજ્યઉત્પાદન(મે.ટન)
ગુજરાત980
મહારાષ્ટ્ર850-900
ઓરીસ્સા800-825
એમ.પી-યુ.પી600-650
રાજસ્થાન400-450

ઓક્સિજન ઉત્પાદક કંપનીઓ

કંપનીઉત્પાદન મે.ટન

રિલાયન્સ ઇન્ડ. જામનગર

400
આઇનોક્સ હજીરા110

શ્રી રામ ઓક્સિ. ગેસ ભાવનગર

105
આઇનોક્સ કરજણ85
આઇનોક્સ સિમેજ110
લિન્દેહ, દહેજ60
MSME50

એર લિક્વિડ, ઝઘડિયા

70.00

ઓક્સિજનના અભાવે ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં મિનિ લૉકડાઉન

ઓટો પાર્ટ્સ બનાવવામાં ઓક્સિજનનો સૌથી વધુ ઉપયોગ થાય છે છેલ્લા એક પખવાડીયાથી ઇન્ડસ્ટ્રીઝને ઉદ્યોગ ચલાવવા માટે ઓક્સિજન મળતો નથી. હજુ પણ એકાદ માસ સુધી ઓક્સિજનની અછત રહે તેવું અનુમાન છે જેના પરિણામે ગુજરાતમાં મોટા ભાગની ઓટો-ઓટો કમ્પોનન્ટ્સ કંપનીઓએ સ્વૈચ્છીક મીની લોકડાઉનની જાહેરાત કરી છે.

ઓક્સિજન કંપનીઓ ટૂંકાગાળામાં 8-10 નવા પ્લાન્ટ શરૂ કરશે
દેશમાં સૌથી મોટી ઓક્સિજન ઉત્પાદક કંપની આઇનોક્સ ઍર પ્રોડક્ટ્સ ઓક્સિજન ઉત્પાદન વધારવા માટે બે હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે આગામી 36 મહિનામાં આઠ નવા પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. ભારતે પોતાની ક્ષમતામાં 10 ટકા વધારો કર્યો છે. આઇનોક્સ ઉપરાંત અન્ય કંપનીઓ પણ ઉત્પાદન વધારવા માટે સતત પ્રયત્નો કરી રહી છે.

નજીવા રોકાણ સાથે બે સપ્તાહમાં નવો પ્લાન્ટ શરૂ થઇ શકે છે
ઓક્સિજન ઉત્પાદન વૃદ્ધિ માટે જો કોઇ કંપની ઇચ્છે તો માત્ર બેથી ત્રણ માસના ટુંકાગાળામાં ઓક્સિજનનું ઉત્પાદન કરી સકે તેમ છે. ઓક્સિજન ઉત્પાદન માટે જરૂરી મશીનરી સ્થાનિક ક્ષેત્રે ઉપલબ્ધ છે. ઝડપી ઇન્સ્ટોલેશન થવા ઉપરાંત પ્રતિ દિવસ 50 મેટ્રિક ટનનો પ્લાન્ટ શરૂ કરવા માટે માત્ર 25-30 કરોડનું રોકાણ કરવું પડે છે.

ઉદ્યોગકારો માટે ઉદ્યોગ નહીં હ્યુમન લાઇફ મહત્વની
કોરોના મહામારીની બીજી લહેરમાં સૌથી વધુ ઓક્સિજનની જરૂરીયાત ઉભી થઇ છે. દેશમાં કુલ ઓક્સિજનના ઉત્પાદનમાં 80-85 ટકા ઓક્સિજનનો વપરાશ ઇન્ડસ્ટ્રીઝમાં થઇ રહ્યો છે પરંતુ મહામારીને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોએ ઉદ્યોગમાં ઓક્સિજનનો વપરાશ અટકાવી હ્યુમન લાઇફ વધુ મહત્વની હોવાનું જણાવી કંપનીઓએ ઉત્પાદન કામગીરી અટકાવી દીધી છે. - અજીત શાહ, સેક્રેટરી, એફઆઇએ.

એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ બંધ પડી ગઇ
ઓક્સિજન પર નભતી એન્જિનિયરીંગ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા એક પખવાડીયાથી બંધ પડી છે. ઓક્સિજનનો તમામ જથ્થો અત્યારે જરૂરીયાતમંદ લોકોને પહોંચાડવામાં આવી રહ્યો છે. ઉદ્યોગકારો દ્વારા ઓક્સિજનની નવી બોટલ તથા ઓક્સિજનનો જથ્થો સરકારને પુરો પાડવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં અંદાજે નાના-મોટા એકલાખ એન્જિનિયરિંગ યુનિટો આવેલા છે જેમાંથી 80 ટકા બંધ છે. - ​​​​સચીન પટેલ, ટ્રેઝરર-ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો