તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલીમાં વધારો:માર્કેટયાર્ડ્સમાં રૂ.2000 કરોડના વેપાર ઠપ ઘઉં-મસાલામાં ભરસિઝને આગઝરતી તેજી

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યના અંદાજે 50 લાખથી વધુ ખેડૂતોને ગામડે બેઠા વેપાર કરવામાં મુશ્કેલી

કોરોના મહામારીની બીજી લહેર વધુને વધુ ઘાતક અને આર્થિક ફટકા સમાન સાબિત થઇ રહી છે. એક તરફ સરકાર લોકડાઉન ભલે ના આપે પરંતુ બીજી તરફ મોટા ભાગના માર્કેટ યાર્ડ્સ, ઉદ્યોગો, સંસ્થાઓ આંશિક લોકડાઉન જાહેર કરવા લાગ્યા છે. એક તરફ મસાલા અને ઘઉંની સિઝન માથે ઊભી છે ત્યારે ખાસ કરીને ગુજરાતના માર્કેટિંગ યાર્ડો છેલ્લા એકાદ સપ્તાહથી આંશિક લોકડાઉન ચલાવી રહ્યાં છે.

માર્કેટ યાર્ડો બંધ હોવાના કારણે અંદાજે રૂ.1500-2000 કરોડના વેપાર અટવાઇ પડ્યા છે. હજુ એકાદ સપ્તાહ સુધી મોટાભાગના માર્કેટ યાર્ડોમાં કામગીરી શરૂ થાય તેવી શક્યતાઓ નહિંવત્ છે. હરાજીના કામકાજો બંધ રહેતા ભર સિઝને મસાલા તથા ઘઉંના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત ખાદ્યતેલોમાં સિંગતેલ ડબ્બો રૂ.2800ની સપાટી ઉપર બોલાઇ ચૂક્યો છે.

માર્કેટિંગ યાર્ડોમાં હરાજી અટકાવાતા દૈનિક ધોરણે સરેરાશ રૂ.200-250 કરોડનું ટર્નઓવર અટકી ગયું છે. ગુજરાતમાં નાના-મોટા મળીને કુલ 175થી વધુ માર્કેટિંગ યાર્ડો આવેલા છે. અને કુલ 50 લાખથી વધુ ખેડૂતો પ્રત્યક્ષ-પરોક્ષ રૂપે માર્કેટિંગ યાર્ડો સાથે સંકળાયેલા છે. શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસોની સંખ્યામાં ઝડપી વધારો થઇ રહ્યો છે જે અટકાવવા માટે કામચલાઉ યાર્ડમાં હરાજી બંધ રાખવાની ફરજ પાડવામાં આવી હતી.

મસાલામાં ધાણા-જીરુ, વરિયાળીમાં ગુજરાત હબ
ગુજરાતમાં ચાલુ વર્ષે મોટા ભાગના પાકોમાં રેકોર્ડ ઉત્પાદન રહ્યું છે. ભાવ પણ વધ્યા હોવાથી ખેડૂતોને સારા ભાવ મળવા લાગ્યા છે પરંતુ અત્યારે સ્થિતિ વધુ ખરાબ હોવાથી દસેક દિવસ સુધી કામકાજ બંધ રહ્યું છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડ જીરૂની આવક અને વેપાર માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. આ ઉપરાંત રાયડા, વરિયાળી, ઇસબગુલની પણ સૌથી વધુ આવકો થાય છે.

ગુજરાતમાં ઉનાળુ વાવેતર રેકોર્ડ 10 લાખ હેક્ટરને ક્રોસ
કોરોના મહામારી છતાં ઉનાળુ પાકોનું વાવેતર ગુજરાતમાં રેકોર્ડ 10 લાખ હેક્ટરને ક્રોસ થઇ 10.35 લાખ હેક્ટરમાં રહ્યું છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 9.50 લાખ હેક્ટરમાં રહ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અહેવાલ મુજબ 19 એપ્રિલ સુધીમાં થયેલા વાવેતરમાં કુલ 10 ટકાનો વધારો થયો છે. કઠોળ, ડાંગર તથા તલના વાવેતર સરેરાશ 30 ટકાથી વધુ વધ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો