કેબિનેટનો નિર્ણય:BSNLમાટે રૂપિયા 1.64 લાખ કરોડનું રિવાઈવલ પેકેજ મંજૂર

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • BSNL સાથે BBNLનું મર્જર થશે
  • સરકાર 4જી સેવામાં મદદ માટે BSNLને સ્પેક્ટ્રમ ફાળવશે

સરકારી દૂરસંચાર કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ને લઈને કેન્દ્રએ મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે BSNLને પુનર્જીવિત કરવા રૂ. 1.64 લાખ કરોડના રિવાઈવલ પેકેજને મંજૂરી આપી છે. કેબિનેટ બેઠકના નિર્ણયો અંગે જણાવતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ સાથે જ કેબિનેટે બીએસએનએલ અને ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડનું મર્જર કરવાનો પણ નિર્ણય લીધો છે. સરકાર 4જી સેવાના વિસ્તરણમાં મદદ કરવા માટે BSNL સ્પેક્ટ્રમ પણ ફાળવશે.

મર્જરથી શું ફાયદો થશે?
BSNL પાસે 6.80 લાખ કિલોમીટરથી વધુનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક છે, જ્યારે બીબીએનએલએ દેશની 1.85 લાખ ગ્રામ પંચાયતોમાં 5.67 લાખ કિલોમીટર ઓપ્ટિકલ ફાઈબરનું માળખું બિછાવ્યું છે. BSNLને બીબીએનએલના આ ફાઈબરનો કંટ્રોલ યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ થકી મળશે. ફંડ મેળવવા માટે સરકાર આગામી ત્રણ વર્ષમાં બીએસએનએલ માટે રૂ. 23 હજાર કરોડના બોન્ડ જારી કરશે, જ્યારે સરકાર એમટીએનએલ માટે બે વર્ષમાં રૂ. 17,500 કોડના બોન્ડ પણ જારી કરશે.

અન્ય સમાચારો પણ છે...