તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકાર શુંં કરશે?:પેટ્રોલ-ડીઝલનો વપરાશ વધતા સેસ ઘટાડી શકે, આવક પર અસર નહીં થાય : ઇકરા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રૂડની તેજી-રૂપિયાની નરમાઇથી સેસ ઘટે તે જરૂરી
  • ઇંધણ સેસ પ્રતિ લિટર રૂ.4.5 ઘટાડાની સંભાવના

કોરોના મહામારીની બીજી લહેર પૂર્ણ થતાની સાથે જ પેટ્રોલ તથા ડિઝલના વપરાશમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. એક તરફ પેટ્રોલ-ડિઝલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી હોવા છતાં વપરાશ વધી રહ્યો છે જેના કારણે સરકારની આવકમાં વૃદ્ધિ થઇ છે. આમ જોતા સરકાર ઇંધણ પરનો સેસ ઘટાડે તો પણ તેની આવકમાં અસર થાય તેમ ન હોવાનું રેટિંગ એજન્સી ઇકરાએ જણાવ્યું છે. વધુમાં નિર્દેશ કર્યો કે સરકાર પ્રતિ લિટર દીઠ રૂ.4.5 સુધી ઘટાડો કરી શકે છે. જો સેસમાં ઘટાડો કરવામાં આવે તો સતત વધી રહેલા ફુગાવામાં પણ રાહત મળી શકે તેમ છે. પેટ્રોલના વપરાશ 2021-22માં 14 ટકાનો વધારો થયો હતો જ્યારે ડીઝલ પર 10 ટકાનો વધારો હતો. આર્થિક પુનપ્રાપ્તિમાં વધારો થવાનો અંદાજ છે. રેટિંગ એજન્સીએ ઉમેર્યું હતું કે સેસના ઊંચા ભારણ અને વપરાશ વધવાના કારણે સરકારને વધુ રૂ. 40,000 કરોડની આવક થશે.

ઇકરાએ જણાવ્યું કે જો સરકાર રૂ.40000 કરોડના આ વધારાના સેસ સંગ્રહને પૂર્વવત્ કરવાનું પસંદ કરે છે, તો તે પ્રતિ લીટર રૂ. 4.5. નો સેસમાં ઘટાડો કરી શકે છે અને ફુગાવાની સ્થિતિને કાબુમાં કરવામાં મદદ કરશે. ઘણા સ્થળોએ પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 100 રૂપિયાની સપાટી ઉપર પહોંચ્યા છે. ડીઝલના ભાવ પણ મોટા ભાગના રાજ્યોમાં ત્રણ-અંકના ચિહ્ન પર પહોંચી ગયા છે. ગ્રાહકો 2020 ની શરૂઆતમાં વૈશ્વિક ક્રૂડના ભાવમાં ભારે ઘટાડા વચ્ચે વધારાની આવક એકત્ર કરવાના સાધન તરીકે સેસ રજૂ કરવામાં આવ્યો હતો.

ક્રૂડના ભાવમાં મજબૂતી આવી હોવા છતાં સરકારે સેસ જાળવી રાખ્યો છે, જેના પગલે ગ્રાહકોને નાણાં પર વધારે અસર થશે. અર્થશાસ્ત્રી અદિતિ નાયરે કહ્યું કે ઇંધણના વધુ વપરાશથી તેમના પર વસૂલવામાં આવતા પરોક્ષ કરમાં વધારાને ટેકો આપવો જોઈએ, જે ગયા વર્ષે લગાવવામાં આવેલા સેસ વધારામાં આંશિક બદલાવની વિંડોને સમર્થન આપશે. પેટ્રોલ અને ડીઝલ પર વસૂલવામાં આવતા સેસમાં પ્રતિ લિટર રૂ. 4.5 નો ઘટાડો થ‌વો જરૂરી છે. એજન્સીની આગાહી સૂચવે છે કે વર્ષ 2021-22માં પેટ્રોલનો વપરાશ 6.7 ટકા વધારે રહેશે, જ્યારે વર્ષ 2019-20 માં રોગચાળાના પૂર્વ સ્તરોની તુલના કરવામાં આવશે જ્યારે ડીઝલ 3.3 ટકા ઓછું રહેશે.

એજન્સીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી 2021 થી આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલના ભાવમાં લગભગ અવિરત વધારો થયો છે. નબળા રૂપિયા, માર્ચ 2020 થી ભારત સરકારે લાદવામાં આવેલા ઊંચી સેસ અને 2020માં રાજ્ય સરકારના ત્રણ-ચોથા ભાગથી વધુના વેલ્યુ-એડેડ ટેક્સ (વેટ) ના દરોમાં વધારો, પેટ્રોલ અને ડીઝલના સરેરાશ છૂટક વેચાણ ભાવોમાં જોવા મળ્યા છે. ક્રૂડઓઇલના ઉત્પાદનમાં દેશમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. મોટા ભાગની ઉત્પાદક કંપનીઓને તાઉતે વાવાઝોડના કારણે ઉત્પાદનને અસર પડી હતી. જોકે, આગામી સમયમાં ઉત્પાદનમાં વધારો થાય તો પણ સેસ ન ઘટે ત્યાં સુધી ઇંધણની કિંમતોમાં ઘટાડાની સંભાવના નથી.

અન્ય સમાચારો પણ છે...