ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી:ગ્રામ્ય વિસ્તારોમાં વધતી NPA, બેરોજગારી, ફુગાવો ચિંતાજનક

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગ્રામ્ય વિસ્તારોમાં માઈક્રો ફાઈનાન્સ સેક્ટર્સની બાકી લોનમાં ભારણ વધવા સાથે લોન પરના ડિલિંકન્સી રેટ ઘટ્યાં છે. ક્રિફ હાઈ માર્ક દ્વારા જારી રૂરલ બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સ ઓક્ટોબરમાં 63.9 ટકા નોંધાયો છે. જ્યારે બીજી બાજુ ક્રેડિટ વિસ્તરણ, બજેટમાં ફંડ્સની ફાળવણીના પગલે રૂરલ બિઝનેસ કોન્ફિડન્સ આઉટલુક સ્થિર રહ્યો છે.

રૂરલ રિટેલ ક્રેડિટ માટે ડિલિંકન્સી રેટ 0.5 ટકા ઘટ્યો છે. માઈક્રોફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીમાં એનપીએ વધવા સાથે લોન સેગમેન્ટનો ગ્રોથ 2020-21માં 9 ટકા ઘટી રૂ. 1.12 લાખ કરોડ નોંધાયો હતો. તદુપરાંત બેરોજગારીનો દર 2019માં 6.8 ટકાથી વધી 2021માં 7.3 ટકા થયો છે. ફુગાવો વધી 5.9 ટકા થયો છે. દેશના 2/3 શ્રમિકો ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે. જે કુલ રાષ્ટ્રીય આવકમાં 46 ટકા હિસ્સો ફાળવે છે. કોવિડ-19ના કારણે ગ્રામ્ય ઈકોનોમીનું ચિત્ર ખરડાયુ હોવાનું ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીના એમડી અને સીઈ નવિન ચંદાનીએ જણાવ્યું હતું. ઈન્ડેક્સમાં ગ્રામીણ એમએસએમઈ અને મોટા ઉદ્યોગોના પર્ફોર્મન્સ પણ સમાવિષ્ટ છે.

સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં હાથ ધરાયેલા સર્વેમાંથી 59 ટકા લોકોએ ઓર્ડર બુક્સમાં વૃદ્ધિ થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જ્યારે 48 ટકા લોકોએ નફામાં વધારો થવાની શક્યતા દર્શાવી છે. 54 ટકા લોકોએ ક્રેડિટ ડિલિવરી વેગવાન બનવા પ્રત્યે અપેક્ષા રાખી છે.

અન્ય સમાચારો પણ છે...