રિયલ એસ્ટેટના પરિપ્રેક્ષ્યમાં હોમ લોન મોંઘી થવાની તૈયારીમાં છે. મે મહિનામાં આરબીઆઈ દ્વારા અગાઉના રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો ત્યારથી બેંકોએ હોમ લોન પરના વ્યાજ દરમાં 30-40bpsનો વધારો કરી દીધો છે અને હવે રેપો રેટ 90 બેસિસ પોઈન્ટનો સંચિત ઊંચો હોવાથી ઘર ખરીદનારાઓ માટે વ્યાજ દરમાં વધુ વધારો થશે.
વધેલા પ્રોપર્ટી કન્સ્ટ્રક્શન કોસ્ટ અને પ્રોડક્ટની કિંમતના દબાણ સાથે વ્યાજ દરમાં વધારો રિયલ એસ્ટેટ ખરીદનારના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. તેમ શિશિર બૈજલ, ચેરમેન-એમડી-નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ જણાવ્યું હતું.
મોર્ગેજ લોનની માગ ટુંકાગાળા માટે ઘટી શકે: આરબીઆઈએ તેની છેલ્લી બે MPC મીટિંગમાં વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે વ્યાજ દરોમાં વધારો કર્યો છે. હવે મોર્ગેજ લોનના દરો વધવા માટે સુયોજિત છે. અમે ટૂંકા ગાળામાં માંગમાં થોડો ઘટાડો નોંધી શકીએ છીએ પરંતુ લાંબા ગાળામાં સેક્ટર પરનો એકંદર આઉટલૂક મજબૂત રીતે બુલિશ રહેશે.
લાંબા ગાળાની વૃદ્ધિ માટે લાભદાયી
છેલ્લાં કેટલાંક સમયથી ભુરાજકીય તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો તેમજ સ્થાનિક સ્તરે ફુગાવામાં સતત આગેકૂચને અંકુશમાં લેવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા રેપો રેટ 50 બેસિઝ પોઇન્ટ્સ (બીપીએસ) વધારીને 4.90 ટકા કરવો યોગ્ય પગલું છે. તેનાથી ફુગાવાને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી રહેશે તેમજ એકંદર વૃદ્ધિ માટે પણ તે લાભાદાયી સાબિત થવાની અપેક્ષા છે. > તરલ શાહ, એમડી, શિવાલીક ગ્રુપ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.