વેચાણમાં ઘટાડો:હોમ લોનના વ્યાજદરમાં વૃદ્ધિથી હાઉસિંગ વેચાણ ઘટી શકે: સેક્ટર

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજદર 2008ની કટોકટી સમયે 12 ટકા કરતા નીચા જ રહેશે

કોરોના મહામારી અને આર્થિક સ્લોડાઉન છતાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો હતો પરંતુ છેલ્લા એક માસમાં બીજી વખત વ્યાજદરમાં વધારો થવાના કારણે હાઉસિંગ વેચાણમાં નજીવો ઘટાડો જોવા મળી શકે છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સના જણાવ્યા અનુસાર બેન્ચમાર્ક વ્યાજ દરમાં વધારો કરવાના આરબીઆઈના નિર્ણયથી હોમ લોન મોંઘી થશે અને હાઉસિંગના વેચાણને અસર થશે

ખાસ કરીને એફોર્ડેબલ અને મિડસેગમેન્ટ ધરાવતા સેગમેન્ટમાં મોટી અસર થશે. આરબીઆઈએ કી બેન્ચમાર્ક રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે જેની અસર જોવા મળશે. પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ્સ એનારોક, નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા, જેએલએલ ઈન્ડિયા, કોલિયર્સ ઈન્ડિયા, ઈન્ડિયા સોથેબી ઈન્ટરનેશનલ રિયલ્ટી અને ઈન્વેસ્ટર્સ ક્લિનિકે જણાવ્યું હતું કે આરબીઆઈનું પગલું ફુગાવાને અંકુશમાં લેવા માટે અપેક્ષિત છે અને તેના પરિણામે હોમ લોન પર વ્યાજ દરમાં વધારો થશે. એનારોકના ચેરમેન અનુજ પુરીએ જણાવ્યું કે દરમાં વધારો હોમ લોનના વ્યાજ દરોમાં વધારો કરશે.

કાચામાલની તેજી સાથે વ્યાજદરનો ફટકો પડ્યો
​​​​​​​રશિયા અને યુક્રેન યુધ્ધના કારણે સ્ટીલ, લોખંડ તથા અન્ય કાચામાલની કિંમતોમાં થયેલા આક્રમક ઉછાળામાંથી હજુ સેક્ટર બહાર આવ્યું નથી ત્યાં વ્યાજદર વધારાનો બોજ આવી પડ્યો જે સેક્ટર પર ફરી ઘેરી અસર ઉપજાવી શકે છે. નિષ્ણાતોના મતે વર્ષના અંત સુધીમાં ફુગાવો ઠંડો પડી જશે જેનાથી મધ્યસ્થ બેંક નીચા વ્યાજ દરના શાસનમાં પાછી ફરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...