• Gujarati News
  • Business
  • Rising Global Interest Rates, Strengthening Bond Yields Will Stem The Gold silver Rally; The Current Level Of 58000 Will Be The Top In Gold

કોમોડિટી કરંટ:વૈશ્વિક સ્તરે વ્યાજ વધારો, બોન્ડ યિલ્ડમાં મજબૂતી સોના-ચાંદીની તેજી અટકાવશે; સોનામાં હાલ 58000ની સપાટી ટોપ બની રહેશે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વૈશ્વિક ફુગાવો રેકોર્ડ સ્તરે પહોંચતા અને ડોલર સામે રૂપિયો નબળો પડતા સોનાને કામચલાઉ સપોર્ટ
  • ક્રૂડમાં તેજીનો ટ્રેન્ડ નહિંવત્, પુરવઠો રાબેતા મુજબ થતાં,કોરોના ફરી વકરતા માગ ઘટી શકે

યુક્રેન-રશિયા યુધ્ધના કારણે વૈશ્વિક સ્તરે ફુગાવો રેકોર્ડ સ્તર પર પહોંચ્યો છે. મોંઘવારી સામે રોકાણકારો સલામત રોકાણને પ્રાધાન્ય આપતા આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપી 2000 ડોલરની નજીક 1980 ડોલર પહોંચ્યું છે પરંતુ વૈશ્વિક સ્તરે વ્યાજ વધારો, બોન્ડ યિલ્ડમાં વધારો સામાન્ય રીતે સોનાની તેજીને અટકાવે પરંતુ અત્યારે ફુગાવો હાવી થઇ રહ્યો છે જેના કારણે સોનું મજબૂત રહ્યું છે. ભારતમાં બોન્ડ યિલ્ડ 2018 બાદની 7.28 ટકાના ઉચ્ચ સ્તરે છે. જ્યારે અમેરિકામાં બોન્ડ યિલ્ડ વધી 2.80 ટકા થઇ ચૂક્યા છે. ચાલુ વર્ષ દરમિયાન સોનામાં રૂ.58000ની સપાટી ટોપ બની રહેશે.

કોટન પર આયાત ડ્યૂટી દૂર થતા વન-વે તેજી અટકી
કોટનની આયાત ડ્યૂટી રદ કરી છે જેના કારણે સ્થાનિક ઉદ્યોગોને સપોર્ટ મળી રહેશે અને નિકાસને વેગ મળશે. રૂના ભાવ છેલ્લા એક વર્ષમાં બમણાથી વધુ વધી પ્રતિ ગાંસડી રૂ.95000ની સપાટીએ પહોંચ્યા હતા ત્યારે દેશની અનેક ટેક્સટાઇલ મીલોને વાવટા સમેટી લેવાનો સમય આવ્યો હતો. સરકારના આ પગલાંથી યાર્ન અને ફેબ્રિક્સની કિંમતો હળવી થતાં એપરલ અને મેડઅપ્સ સેક્ટર્સની નિકાસોને નોંધપાત્ર વેગ મળશે.રૂના ભાવ ઘટી શકે છે.

મેટલ્સમાં હજુ 10% ઘટાડો સંભવ
1. કોરોના કેસ વધતા ડિમાન્ડ ઘટી શકે: રશિયા-યુક્રેન યુધ્ધનો અંત આવશે તેવા અહેવાલે ભાવ ઘટ્યાં છે ઉપરાંત કોરોનાના કેસ વધતા આગામી સમયમાં માગમાં વધુ ઘટાડાના સંકેતો છે. તેજીની શક્યતા નથી.

2. નિકલ,ઝિંક-કોપરમાં મજબૂત ટ્રેન્ડ: ન્યુ એજ મેટલ્સ એટલે કે બેટરી મટીરિયલ, એનર્જી ટ્રાન્ઝિસનમાં ઉપયોગી મેટલ્સ તરીકે ઝિંક,કોપર તથા એલ્યુમિનિયમ લાઇમ લાઇટમાં છે. ડિમાન્ડ જળવાઇ રહેતા આ મેટલ્સમાં ટ્રેન્ડ સુધારાનો રહ્યો છે.

3. ડોલરની મૂવમેન્ટ બજાર માટે નિર્ણાયકઃ ફેડની બેઠકમાં વ્યાજદર ફેરફાર કેવા રહે છે તેના આધારે ડોલરની રેન્જ કેવી રહે છે તેના પર મેટલ્સ સેક્ટરની તેજીનો આધાર રહેલો છે. હાલ મોટી મૂવમેન્ટ નકારાઇ રહી છે.

નવા સપ્તાહ માટેની ટ્રેડિંગ રેન્જ

વિગતબંધ ભાવરેન્જસ્ટોપલોસ
એરંડા69646930-70306970
કપાસ22072170-22702250
ગમ1270012500-1325013000
ગવાર64726430-65706630
ધાણા1253812500-1325013100
ક્રૂડ79087870-79707,930
સોનું5308152750-5350053250
ચાંદી6946668500-7050069000

(નોંધ : ભાવ NCDEX-MCX વાયદાના છે)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...