ચોમાસુ સામાન્ય રહેવાની અપેક્ષા તેમજ ખાદ્ય ચીજોના ભાવમાં વૃદ્ધિના કારણે ગ્રામીણ આવકો માટેનો આઉટલુક પોઝિટીવ જોવા મળ્યો છે. પરંતુ સાથે સાથે કૃષિ ખર્ચ અને મજૂરોને આપવામાં આવતી મજૂરીમાં વધારો ખેડૂતોના ખર્ચમાં વધારો કરશે. પરિણામે ગ્રામીણ માગ ઘટવાની ભીતિ ફોરેન બ્રોકરેજ ફર્મ બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝે વ્યક્ત કરી છે.
ખરીફ પાકની આવકો ચાલુ નાણાકીય વર્ષમાં 10.1 ટકા વધવાની શક્યતા છે. જે ગતવર્ષે 9.5 ટકા હતી. જ્યારે રવિ પાકની આવકો ગતવર્ષે 3 ટકા સામે આ વર્ષે 12 ટકા રહેશે. બીજી બાજુ કૃષિ ખર્ચ ગત નાણાકીય વર્ષમાં 20 ટકા નોંધાયો હતો. ખાતર, વીજ, ઈંધણ સહિત કૃષિ ખર્ચ હાલ 8.9 ટકા વધ્યો છે.
હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસુ 99 ટકા સારું રહેવાનો અંદાજ આપ્યો છે. છેલ્લા 3 વર્ષમાં ચોમાસુ સામાન્યથી સારૂ રહેતાં ખરીફ પાકના ઉત્પાદન સરેરાશ 2.8 ટકા વધ્યા છે. આ વર્ષે તે 2.5 ટકા વધી શકે છે. રવિ પાક 1.5 ટકા વધશે. રવિ સિઝનમાં રવિ પાક મારફત ખેડૂતોની આવકો 2020-21માં 9.6 ટકાથી વધી 2021-22માં 18.9 ટકા થઈ છે.
જીવીએમાં પાકનો હિસ્સો 67%થી ઘટી 55% થયો
એગ્રિકલ્ચર જીવીએમાં પાકનો હિસ્સો એક દાયકામાં 67 ટકાથી ઘટી 55 ટકા થયો છે. જ્યારે બિન-કૃષિ (વનસંવર્ધન, મીટ-માંસ, માછીમારી) પેદાશોનો હિસ્સો વધ્યો છે. વરસાદ પર નિર્ભર કૃષિ પાકોના જોખમમાં ઘટાડો કરવા ખેડૂતોએ આવક ઉપાર્જનમાં વૈવિધ્યતા અપનાવી કૃષિમાંથી બિનકૃષિ ખેતી તરફ વળ્યા છે.
ખરીફ પાકોની આવકો બે વર્ષમાં વધી, સામે ખર્ચ પણ વધ્યો
ખરીફ પાકોની આવકો સતત બીજા વર્ષે પણ વધી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ખેડૂતોની નોમિનલ ઈનકમ ગતવર્ષે 15.4 ટકા કરતાં 17.1 ટકા વધવાનો સંકેત છે. પરંતુ સાથે સાથે ખરીફ પાકમાં વપરાતા ખાતર, બિયારણના ભાવ પણ વૈશ્વિક સ્તરે વધ્યા છે. ખરીફ સિઝનમાં કૃષિ ખર્ચ 7 ટકા વધી રહ્યો છે. ગતવર્ષે 5.9 ટકા હતો. ચોખ્ખી ખરીફ આવક 10.1 ટકા રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.