તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • RIL Ahead Of TCS, Infosys, HCL And Wipro's Total Market Cap, Ambani's Company Nifty Ahead Of Half Of Top 50 Companies

સૌથી આગળ મુકેશ અંબાણી:TCS, ઈન્ફોસિસ, HCL અને વિપ્રોના કુલ માર્કેટ કેપથી પણ RIL આગળ, અંબાણીની કંપની નિફ્ટી ટોપ-50 કંપનીની અડધી કંપનીથી પણ આગળ

મુંબઈ2 દિવસ પહેલાલેખક: અજિત સિંહ
  • કૉપી લિંક
  • અમેરિકાના બજારમાં એપલનું યોગદાન 11 ટકા છે જ્યારે BSE સેન્સેક્સમાં RILનું યોગદાન 43 ટકા છે
  • એક વર્ષ અગાઉ સેન્સેક્સમાં RILનો વેઈટેજ 10 ટકા હતો, જે હવે વધીને 17 ટકા થયો છે

મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)નો શેરબજારમાં દબદબો સતત વધી રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તેની રાઈટ્સ ઈસ્યૂ રિલાયન્સ PPના માર્કેટ કેપિટલાઈઝેશન સંયુક્ત રીતે ગણવામાં આવે તો આ રેકોર્ડ તૂટી જાય છે. તેમનું માર્કેટ કેપ (M-Cap) TCS, ઈન્ફોસિસ, HCL અને વિપ્રોના કુલ માર્કેટ કેપિટલાઈઝેશનથી પણ વધારે છે. નિફ્ટીની ટોપ-50 કંપનીથી લગભગ અડધા જેટલુ છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ બુધવારે NSE પર રૂપિયા 2,369ની સપાટી પર પહોંચ્યો હતો.
RILનું M-Cap નિફ્ટી પર રૂપિયા 14.85 લાખ કરોડ બુધવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નિફ્ટીમાં માર્કેટ કેપ 14.85 લાખ કરોડ રૂપિયા થયું, જ્યારે તેના PP શેરનું માર્કેટ કેપ રૂપિયા 62 હજાર કરોડ પહોંચી ગયુ છે. આ રીતે બન્નેનું માર્કેટ કેપ રૂપિયા 15.47 લાખ કરોડ થઈ ગયું. નિફ્ટીના બેન્ક ઈન્ડેક્સનું કુલ માર્કેટ કેપ રૂપિયા 11.95 લાખ કરોડ છે. એટલે કે એકલા RILનું માર્કેટ કેપ જોઈએ તો નિફ્ટી બેન્કથી વધારે છે.

નિફ્ટી-50 કંપનીનું M-Cap રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સિવાય 34 લાખ કરોડ નિફ્ટી 50 કંપનીનું માર્કેટ કેપ 48.96 લાખ કરોડ રૂપિયા છે. તેમા RIL અને તેની PPના માર્કેટ કેપને ધ્યાનમાં ન લઈએ તો કુલ માર્કેટ કેપ 34 લાખ કરોડ રૂપિયા થાય છે. આ સંજોગોમાં RIL અને તેના PP શેરનું માર્કેટ કેપ 15.47 લાખ કરોડ થાય છે. એટલે કે તે નિફ્ટી 50 કંપનીના કુલ બજાર મૂડીકરણ (M-Cap)ની તુલનામાં લગભગ અડધુ છે.

નિફ્ટી નેક્સ્ટ-50ની 40 કંપનીથી પણ RILનું M-Cap વધારે છે એવી જ રીતે નિફ્ટી નેક્સ્ટ-50 પૈકી 40 કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન જોઈએ તો સૌથી વધારે રિલાયન્સનું માર્કેટ કેપ છે. નિફ્ટી નેક્સ્ટ-50 પૈકી 40 કંપનીનું કુલ બજાર મૂડીકરણ 15.40 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે RIL અને તેની PPનું માર્કેટ કેપ 15.47 લાખ કરોડ રૂપિયા છે. દેશમાં IT સેક્ટરની ત્રણ અગ્રણી કંપનીના સંયુક્ત બજાર મૂડીકરણની તુલનામાં પણ રિલાયન્સ આગળ છે.

TCS, વિપ્રો અને ઈન્ફોસિસથી પણ RIL આગળ જેમ કે બુધવારે નિફ્ટી પર ટાટા ગ્રુપની IT કંપની અને દેશમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ બીજા ક્રમની સૌથી મોટી TCSનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 9.33 લાખ કરોડ છે. અન્ય IT કંપની ઈન્ફોસિસનું રૂપિયા 4.21 લાખ કરોડ તથા વિપ્રોનું રૂપિયા 1.76 લાખ કરોડ માર્કેટ કેપ છે. આ ત્રણેયનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 15.30 લાખ કરોડ થાય છે. તેની તુલનામાં રિલાયન્સ તથા PPનું M-Cap રૂપિયા 10 હજાર કરોડ વધારે છે.

ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલથી રિલાયન્સ PP આગળ રિલાયન્સ PPએ પણ આપબળ પર એક રેકોર્ડ બનાવ્યો છે. તેનું માર્કેટ કેપ નિફ્ટી પર 62 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયુ છે. જ્યારે નિફ્ટીની દિગ્ગજ કંપનીને જોઈએ તો તેના કરતા વધારે માર્કેટ કેપ છે. દાખલા તરીકે ટાટા મોટર્સનું બજાર મૂડીકરણ રૂપિયા 47,700 છે. ટાટા સ્ટીલનું માર્કેટ કેપ રૂપિયા 45,777 કરોડ રહ્યું છે.

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શેરમાં 55 ટકાનો ઉછાળો આવ્યો છે આ વર્ષના જાન્યુઆરીથી લઈ અત્યાર સુધીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આશરે 55 ટકાનો ઉછાળો નોંધાયો છે. જોકે માર્ચની તુલના કરીએ તો તે 1.56 ગણો વધ્યો છે. તે સમયથી તુલના કરીએ તો દેશમાં કુલ લિસ્ટેડ 83 સરકારી કંપનીનું માર્કેટ કેપથી પણ રિલાયન્સ આગળ છે. આ તમામનું માર્કેટ કેપ 15.30 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે રિલાયન્સ તથા PPના શેરનું માર્કેટ કેપ રૂપિયા 15.40 લાખ કરોડ થાય છે. આ વર્ષની શરૂઆતમાં જાહેર સેક્ટરની કંપનીનું માર્કેટ કેપ 19 લાખ કરોડ રૂપિયા હતું, જ્યારે RILનું માર્કેટ કેપ માંડ 9.60 લાખ કરોડ હતું.

BSE પર સરકારી કંપનીઓની તુલનામાં રિલાયન્સનું M-Cap વધારે જોકે BSE પર જાહેર સેક્ટરની કંપનીઓના સંયુકત માર્કેટ કેપ કરતા પણ રિલાયન્સનું માર્કેટ કેપ વધારે છે. BSEના આધાર પર રિલાયન્સના શેરનું કુલ મૂલ્ય રૂપિયા 15.77 લાખ કરોડ થાય છે. જો PPનું માર્કેટ કેપને પણ ધ્યાનમાં લઈએ તો કુલ વેલ્યુશન 16.30 લાખ કરોડથી વધારે થાય છે.

આશરે 10 વર્ષ સુધી અંડર પરફોર્મ રહ્યો RILનો શેર
આમ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર અત્યારે ભલે રોકાણકારોને મોટી કમાણી કરી આપતો હોય. પણ વર્ષ 2007થી વર્ષ 2019 સુધા તેના શેર અંડર પરફોર્મ કર્યું છે. એટલે કે શેર 800થી 1100 રૂપિયા વચ્ચે જ ચાલતો હતો. જિયો ટેલિકોમમાં હિસ્સેદારી વેચ્યા બાદ આ શેરોમાં પ્રત્યેક સપ્તાહે નવા લેવલ જોવા મળતા હતા. હવે રિટેલ સેક્ટરમાં પણ તેની હિસ્સેદારી વેચવાને પગલે ફરી વખત તે નવા લેવલ બનાવી રહ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો