તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Reliance Industries' Market Cap Drops By Rs 30,000 Crore, Ambani Promises To Complete Aramco Deal Even After 2 Years

3.5 લાખ લોકો AGMમાં જોડાયા:રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ 30 હજાર કરોડ રૂપિયા ઘટી, 2 વર્ષ પછી પણ અંબાણીનો અરામકોની ડીલ પુરી કરવાનો વાયદો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2019ની AGMમાં સાઉદી અરામકોની ડીલની જાહેરાત કરાઈ હતી
  • 2 વર્ષ પછી એક વખત ફરી આ વર્ષ આ ડીલને લઈને આશા વ્યક્ત કરવામાં આવી છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ભાષણથી રોકાણકારોમાં કોઈ ઉત્સાહ જોવા મળ્યો ન હતો. આ કારણે આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર બજાર બંધ થતી વખતે 2.35 ટકા ઘટી 2153 રૂપિયા પર બંધ થયો હતો. પરિણામે તેની માર્કેટ કેપ લગભગ 30 હજાર કરોડ રૂપિયા ઘટી. 2 વર્ષ પછી પણ સાઉદી અરામકોની ડીલના જુના વાયદાનુ અંબાણીએ ફરીથી પુનરાવર્તન કરતા કહ્યું કે ઝડપથી તેને ફાઈનલ કરવામાં આવશે.

આ AGMમાં વિવિધ દેશોમાંથી 3.5 લાખ લોકોએ ભાગ લીધો. ગત વર્ષે 41 દેશોમાંથી 3 લાખ લોકોએ ભાગ લીધો હતો.

44મી AGMમાં નિરાશા
મુકેશ અંબાણીએ કંપનીની 44મી AGMમાં ઘણી બધી જાહેરાતો ટેલિકોમ, રિટેલ અને રોકાણને લઈને કરી. તેમ છતાં તેમની જાહેરાતોની અસર શેર પર જોવા ન મળી. રિલાયન્સની માર્કેટ કેપ 13.65 લાખ કરોડ રૂપિયા રહી, જે ગઈ કાલે 13.95 લાખ કરોડ રૂપિયા હતી. તેમણે 75 હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. બીજી તરફ 2019ની AGMમાં મુકેશ અંબાણીએ સાઉદી અરામકોની સાથે 20 ટકા હિસ્સાની ડીલની જાહેરાત કરી હતી. 2 વર્ષ પછી તેમણે અગાઉ કહેલી વાતનુ પુનરાવર્તન કરતા કહ્યું કે ઝડપથી તેને ફાઈનલ કરવામાં આવશે. રોકાણકારોને આ મુદ્દે કોઈ સ્પષ્ટ ચિત્ર દેખાયુ નથી.

કંપનીનો દેખાવ આઉટસ્ટેન્ડિંગ
મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સનો દેખાવ સતત આઉટસ્ટેન્ડિંગ રહ્યો છે. તેની કુલ રેવન્યુ 5.40 લાખ કરોડ રૂપિયા રહી છે. દેશની મોટી કંપનીના રૂપમાં રિલાયન્સનું દેશની ઈકોનોમીમાં સારુ યોગદાન રહ્યું છે. 75 હજાર નવી રોજગારી આપી છે. અમારો ઓઈલ ટુ કેમિકલ બિઝનેસ ઈકોનોમિમાં ઘટાડાના કારણે સતત પડકારોનો સામતો કરતો રહ્યો. હાલ પણ ગ્લોબલ લેવલ પર રિલાયન્સ જ એકમાત્ર કંપની છે, જે સંપૂર્ણ ક્ષમતાની સાથે પોતાનુ ઓપરેશન ચલાવી રહી છે અને દરેક ત્રિમાસિકમાં નફો કમાઈ રહી છે.

નેટ ડેટ ફ્રી બેલેન્સશીટ છે
મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સે નેટ ડેટ ફ્રી બેલેન્સશીટને માર્ચ 2021 પહેલા પુરી કરી લીધી. અમારુ લક્ષ્ય માર્ચ 2021 સુધીનું હતું. તેને બે વર્ષ પહેલા જ પ્રાપ્ત કરવામાં આવ્યું છે. રિલાયન્સે સાઉદી અરામકોની સાથે સ્ટ્રેટેજિક ભાગીદારીની જાહેરાત કરી છે. સાઉદી અરામકોના ચેરમેન અને કિંગડમના ગવર્નર યાસિર-અલ-રૂમાયન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડમાં સામેલ થયા છે. કિંગડમ 430 અબજ ડોલરનું સાવરેન વેલ્થ ફન્ડ છે. એટલે કે સાઉદી અરામકોની સાથે ઝડપથી ડીલ પુરી થઈ શકે છે.

સાઉદી અરામકોના ચેરમેન રિલાયન્સના બોર્ડમાં
યાસર-અલ-રૂમાયન બોર્ડમાં સ્વતંત્ર નિર્દેશક તરીકે હશે. મુકેશ અંબાણીએ નવા એનર્જી બિઝનેસને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેનો ઉદેશ્ય દેશ અને વૈશ્વિક સ્તર પર ગ્રીન એનર્જીને વધારવાનો છે. કંપનીએ ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સની શરૂઆત કરી છે. તે ગુજરાતના જામનગરમાં 5 હજાર એકરમાં ફેલાયેલુ છે. રિટેલને લઈને તેમણે મોટી જાહેરાત કરી છે. આ અંતર્ગત અાગામી 3 વર્ષમાં 10 લાખ રોજગાર આપવાની યોજના છે.

અન્ય સમાચારો પણ છે...