તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તમારા ઘરમાં સોનુ હોય તો તેને બેન્કમાં ડિપોઝિટ કરાવી 2.25 ટકા સુધી વ્યાજ મેળવી શકશો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં સુધારેલી ગાઇડલાઇન્સ જારી કરવાની સાથે માર્ચ અંત સુધીમાં ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ લોન્ચ કરવા જઈ રહી હોવાનું ટોચના એક અધિકારીએ નામ નહિં આપવાની શરતે જણાવ્યું હતું. તેમાં તમામ સરકારી બેન્કોને સામેલ કરાશે.
આ સ્કીમ અંતર્ગત તમને તમારા સોનાના ઘરેણાં બેન્કમાં જમા કરાવી તેના પર 2.25 ટકા સુધી વ્યાજ મેળશે. બેન્કમાં જમા ગોલ્ડ પર તમે લોન પણ મેળવી શકશો. તેમજ તેના પર ટ્રેડિંગ કરી શકશો. તેના માટે તમને બેન્કમાંથી એક સર્ટિફિકેટ મળશે.
નવી સુધારાયેલી ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમનો લોકઈન પિરિયડ પાંચ વર્ષનો રાખવામાં આવશે. રોકાણકારો પોતાની ઇચ્છા અનુસાર 1.3 વર્ષ, 2.4 વર્ષ, અને 5 દિવસ માટે પણ સોનુ જમા કરાવી શકશે.
મેચ્યોરિટી બાદ તમારી જ્વેલરી ઓગાળી ગોલ્ડ કોઈન કે, બિસ્કિટ, બાર સ્વરૂપે સોનું પરત મેળવવાની પણ સગવડ મળશે. આ ગોલ્ડથી તમે નવી ડિઝાઈનના ઘરેણાં બનાવી શકશો. તેમજ તેને સાચવવા માટે તમારે કોઈ લોકરનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.
જ્વેલર્સ પણ ગોલ્ડ ડિપોઝિટ લઈ શકશે
સરકાર ગોલ્ડ મોનેટાઈજેશન સ્કીમ હેઠળ બેન્કની ઓછામાં ઓછી 50 ટકા બ્રાન્ચમાં જીએમએસ સ્કીમ અંતર્ગત ગ્રાહકોને સર્વિસ આપવી અનિવાર્ય કરશે. જ્વેલર્સને પણ ગોલ્ડ ડિપોઝીટ લેવાનો અધિકાર મળશે. જેમાં 10 ગ્રામ સુધી ગોલ્ડ જમા કરાવવાની સુવિધા મળશે. સરકારે ઘરમાં સંગ્રહાયેલા સોનાને દેશના અર્થતંત્રમાં સામેલ કરવા 2015માં ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ શરૂ કરી હતી. ઘરની તિજોરીઓમાં આશરે 25 હજાર ટન સોનુ સંગ્રહ છે.
આયાત ડ્યૂટીમાં ઘટાડાથી માગ વધશે : ડબ્લ્યુજીસી રિપોર્ટ
કેન્દ્રીય બજેટ 2021-22માં સોના પર આયાત ડ્યુટીમાં ઘટાડાની જાહેરાતથી આ વર્ષે સોનાની માગ સુધલરવાનો આશાવાદ ડબ્લ્યુજીસી રિપોર્ટમાં વ્યક્ત થયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર, સરકારે સોના પર આયાત ડ્યુટી ઘટાડવા ઉપરાંત સેબીને સ્થાનિક ગોલ્ડ સ્પોટ એક્સચેન્જીસ માટે રેગ્યુલેટર તરીકે સત્તા આપવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.
ગ્રામ્ય વિસ્તારોની આવકોને વેગ આપવા માટે કલ્યાણકારી યોજનાઓના અમલીકરણથી પણ ગોલ્ડ માર્કેટમાં માગ પરત ફરશે. રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે, ભારતીય સોના બજારમાં માત્ર સુધારાનો લાભ જ નહીં પરંતુ ગ્રામીણ કલ્યાકારી યોજનાઓનો લાભ પણ પરોક્ષ રીતે મળશે. જીડીપી ગ્રોથમાં વૃદ્ધિથી 2021માં સોનાની માગ 2020ના નીચા સ્તરેથી રિકવર થશે. બજેટ પહેલાં સોના પર કસ્ટમ ડ્યુટી ઘટવાને બદલે વધવાની અફવાઓ હતી.
નીચી કસ્ટમ ડ્યૂટીથી સોનાની દાણચોરી ઘટશે
કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો નોંધાતા સોનાની દાણચોરી ઘટશે. નીચી કસ્ટમ ડ્યુટી અને ફ્લાઈટ પ્રતિબંધથી સોનાની બિનસત્તાવાર આયાત પર અસર થશે. નીચી કસ્ટમ ડ્યુટી અને માગ રિકવર થતાં બિન સત્તાવાર આયાત થાય છે તેટલી જ કિંમતમાં રોકાણકારો સત્તાવાર રીતે સોનાની આયાત કરી શકશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.