તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઓટોમોબાઇલ:પેસેન્જર વાહનોનાં રિટેલ વેચાણો ઓગસ્ટ માસમાં 7% ઘટ્યાં – ફાડા

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં પેસેન્જર વાહનોના રિટેલ વેચાણો ઓગસ્ટમાં 7.12 ટકા ઘટી 1,78,513 યુનિટ નોંધાયા છે. ગતવર્ષે ઓગસ્ટમાં 1,92,189 પેસેન્જર વાહનો વેચાયા હતા. ઓટોમોબાઈલ ડિલર્સ સંગઠન ફાડાએ ઓગસ્ટમાં 1450 આરટીઓમાંથી 1242 આરટીઓમાં થયેલા વાહનોના રજિસ્ટ્રેશનના આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે.

જે અનુસાર, ટુ વ્હિલરના વાહનોના વેચાણો 28.71 ટકા ઘટી 8,98,775 યુનિટ નોંધાયા છે. જે ગતવર્ષે 12,60,722 યુનિટ હતા. કોમર્શિયલ વાહનોના વેચાણો 57.39 ટકા ઘટી 26,536 યુનિટ થયા છે. ગતવર્ષે 62,270 કોમર્શિયલ વાહનો વેચાયા છે. થ્રી વ્હિલરના વેચાણો 69.51 ટકા 16857 યુનિટ રહ્યા છે.

ટુ વ્હિલર્સ પર જીએસટી ઘટાડવા માગ
ફાડાએ સરકાર સમક્ષ ઓટો ઈન્ડસ્ટ્રીમાં માગ વેગવાન બનાવવા રાહતોની માગ કરી છે. ટુ વ્હિલર્સ પર જીએસટીમાં ઘટાડો કરવા માગ કરી છે. તેમજ સ્ક્રેપેજ પોલિસી આધારિત પ્રોત્સાહનો મળવાનો આશાવાદ સેવી રહ્યા છે. આ રાહતો મીડિયમ- હેવી કોમર્શિયલ વાહનો અને ટુવ્હિલર્સના વેચાણોની માગ વધારશે. આગામી તહેવારની સિઝન માટે ઈન્વેન્ટરી સ્ટોક વધારવાના હેતુ સાથે ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ ડિલર્સને વાહનોની ફાળવણી કરી રહ્યા છે.

ગતવર્ષે નબળી કામગીરી રહી હોવા છતાં રિટેલ વેચાણો 70-75 ટકાનુ સ્તર જાળવી રાખ્યુ છે. ફાડાએ તમામ ઓઈએમ અને ડિલરને વધુ પડતો ઈન્વેન્ટરી સ્ટોક એકત્ર ન કરવા સલાહ આપી છે. જેના લીધે વ્યાજની ચૂકવણીમાં મુશ્કેલીઓ આવશે. પરિણામે ડિલરશિપ બંધ થવાના માઠા પરિણામો પણ ભોગવવા પડી શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો