• Gujarati News
  • Business
  • Retail Sales Of Passenger Vehicles Fell 11 Percent, Accelerating Commercial Vehicles

વેચાણમાં જંગી ઘટાડો:પેસેન્જર વાહનોનાં રિટેલ વેચાણ 11 ટકા ઘટ્યાં, કોમર્શિયલ વાહનોને વેગ

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ-ડિઝલની સતત વધી રહેલી કિંમતો, સેમિકન્ડક્ટરની અછત, વધતી મોંધવારી

ક્રૂડઓઇલની સતત વધી રહેલી કિંમતોના કારણે પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં સતત થઇ રહેલા વધારાની અસર તેમજ સેમીકન્ડક્ટરની શોર્ટેજના કારણે દેશમાં પેસેન્જર વાહનોના રિટેલ વેચાણમાં જંગી ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર માસમાં વાહનોના વેચાણ સરેરાશ 11 ટકા સુધી ઘટ્યા હોવાનું ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન ફાડાએ દર્શાવ્યું છે.

પેસેન્જર વ્હીકલ (PV)નું રિટેલ વેચાણ ડિસેમ્બર માસમાં 10.91 ટકા ઘટીને 2,44,639 યુનિટ થયું હતું જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 2,74,605 ​​યુનિટ હતું. ડિસેમ્બર મહિનો સામાન્ય રીતે વેચાણ માટે પોઝિટીવ રહેતો હોય છે કેમકે OEMs વર્ષના બદલાવને કારણે ઇન્વેન્ટરી પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ ઓફર કંપનીઓ દ્વારા રાખમાં આવે છે. જોકે આ વખતે એવું બન્યું નથી કારણ કે રિટેલ વેચાણ નરમ રહ્યું હોવાનું ફાડાના પ્રમુખ વિંકેશ ગુલાટીએ જણાવ્યું છે.

સેમીકન્ડક્ટરની અછતથી વેચાણને મોટી અસર પડી છે. ડિસેમ્બરમાં મોટા પાયે બુકિંગ હોવા છતાં પેસેન્જર વાહનોનું વેચાણ નેગેટિવ રહ્યું છે. ડીલરોએ વાહન પુરવઠામાં થોડી સરળતા જોઇ સુધારાની થોડી આશા દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...